34.2 C
Kadi
Wednesday, March 29, 2023

સામાજિક વનીકરણ વિભાગ વડે નિર્મિત કિશાન એગ્રોફેડ પ્રોડ્યુસર કંપની લીમીટેડની વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું


સામાજિક વનીકરણ વિભાગ વડે નિર્મિત કિશાન એગ્રોફેડ પ્રોડ્યુસર કંપની લીમીટેડની વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું

 
ભરૂચ કિશાન એગ્રોફેડ પ્રોડ્યુસર કંપની લીમીટેડ ભરૂચનાં શેરહોલ્ડર્સને સર્ટીફીકેટ વિતરણ
 
 આંબેડકર ભવન હોલ, ભરૂચ ખાતે સામાજિક વનીકરણ વિભાગ અને અસ્તિત્વ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ રચના પામેલ ભરૂચ કિશાન એગ્રોફેડ પ્રોડ્યુસર કંપની લીમીટેડ ભરૂચનાં 400 થી વધુ શેરહોલ્ડર્સના સર્ટીફીકેટ વિતરણ અને વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું હતું.
 
કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષકશ્રી સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ માન.સુશ્રી ઉર્વશીબેન પ્રજાપતિ ધ્વારા એફ.પી.ઓ ધ્વારા ભવિષ્યમાં હાથ ધરવામાં આવનાર ખેડૂતોના હિતલક્ષી તેમજ ઓદ્યોગિક કામગીરી અંગેની માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને પડતી અગવડ તેમજ તેના નિવારણ બાબતના તમામ પગલાઓ અન્વયે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ખેડૂત સભાસદોને મહાનુભાવોના હસ્તે શેર સર્ટીફીકેટનું વિતરણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી સામાજિક વનીકરણ વિભાગ, ગાંધીનગર માન. શ્રી રામકુમાર, મુખ્ય મહેમાન વન સંરક્ષકશ્રી સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ શ્રી ડો. કે.સશીકુમાર, અતિથી વિશેષ નાયબ વન સંરક્ષકશ્રી સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચ સુશ્રી ઉર્વશીબેન પ્રજાપતિ, નાયબ વન સંરક્ષકશ્રી સામાજિક વનીકરણ વિભાગ, વલસાડ, નવસારી, સુરત, નર્મદા અને એફ.પી.ઓ.ના પ્રમુખશ્રી ગીરીશભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી બાલુભાઈ પટેલ તેમજ અન્ય તમામ ડાયરેકટરશ્રીઓ, અસ્તિત્વ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી પંકજ મોલ, અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના ૨૮૫ થી વધુ ખેડૂતો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!