34.2 C
Kadi
Wednesday, March 29, 2023

‘PMને મારવાનું રચાઈ રહ્યું છે ષડયંત્ર’, એક કૉલથી હચમચી ગઈ પુણે પોલીસ


પૂણે પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન આવ્યો અને સામેની વ્યક્તિએ કહ્યું કે ‘વડાપ્રધાનની હત્યાનું કાવતરું ફ્લેટમાં ઘડવામાં આવી રહ્યું છે’… તરત જ હોબાળો મચી ગયો. આ વ્યક્તિએ વડાપ્રધાનની હત્યાના કાવતરા તેમજ પુણે અને મુંબઈ રેલવે સ્ટેશનને ઉડાવી દેવાના કાવતરા વિશે જણાવ્યું. આ ધમકી મળતાં પુણે પોલીસ એક્શનમાં આવી ગઈ હતી.

ત્યારબાદ, પુણે પોલીસ કંટ્રોલ રૂમને કથિત રૂપે નકલી કોલ કરવા બદલ 38 વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસનું કહેવું છે કે આરોપી ડિપ્રેશનથી પીડિત હતો અને તેના ઉપરના ફ્લેટમાંથી આવતા બાળકોના અવાજથી પરેશાન હતો, આરોપી પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન હદના દેહુ રોડ વિસ્તારમાં રહે છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે 4 ઓક્ટોબરે તેણે ઈમરજન્સી નંબર 112 પર ફોન કર્યો અને તેના ઉપરના ફ્લેટમાં રહેનારાઓને પાઠ ભણાવવાનો વિચાર કર્યો. આરોપી મનોજ હંસેએ પોલીસને જણાવ્યું કે મારા ઉપરના ફ્લેટમાં પીએમ મોદીની હત્યાની સાથે પુણે અને મુંબઈ રેલવે સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટની યોજના ઘડાઈ રહી હતી.

આ પછી પોલીસ ફ્લેટ પર પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે તે ફેક કોલ હતો. તેમણે કહ્યું કે, આરોપી ડિપ્રેશનમાં હતો અને તેના ઉપરના ફ્લેટમાંથી આવતા અવાજથી પરેશાન થઈ ગયો હતો, આરોપીનો પોલીસ પાર્ટી સાથે પણ વિવાદ હતો. જે બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.

પુણે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે અમે ભારતીય દંડ સંહિતાની કલમ 177 (ખોટી માહિતી આપવી), 353 (જાહેર કર્મચારીને તેની ફરજ બજાવતા અટકાવવા માટે હુમલો અથવા ફોજદારી બળ) અને 504 (ઈરાદાપૂર્વક અપમાન) હેઠળ આરોપી સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી લીધી છે.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!