26.3 C
Kadi
Wednesday, November 30, 2022

મોરબીના મામલતદારની સંવેદનશીલતા : દિવ્યાંગ બાળકના ઘરે જઈને સ્ટાફે બાયોમેટ્રિક અપગ્રેડ કર્યું


મોરબીના મામલતદારની સંવેદનશીલતા : દિવ્યાંગ બાળકના ઘરે જઈને સ્ટાફે બાયોમેટ્રિક અપગ્રેડ કર્યું

        સરકારી તંત્ર લોકોની પીડા સમજતું નથી અને અધિકારીઓ તુંડમિજાજી હોવાના આરોપ લાગતા રહે છે જોકે પાંચેય આંગળી સરખી હોતી નથી તેમ દરેક સરકારી બાબુઓ પણ સરખા હોતા નથી તેનું જીવંત ઉદાહરણ મોરબીમાં જોવા મળ્યું હતું જેમાં મામલતદારના માર્ગદર્શન હેઠળ ટીમે દિવ્યાંગ બાળકના ઘરે જઈને બાયોમેટ્રિક અપગ્રેડ કર્યું હતું

        મોરબીના વાવડી રોડ પર ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા ભરતભાઈ સોલંકીના છ વર્ષના દિવ્યાંગ પુત્ર ધ્રુવને આધારકાર્ડમાં બાયોમેટ્રિક અપગ્રેડેશન કરાવવાનું હોય પરંતુ બાળક દિવ્યાંગ હોવાથી તેને લઈને લાલબાગ મોરબી તાલુકા મામલતદાર કચેરી આવવાની સ્થિતિમાં ના હોય જેથી તેમના દ્વારા હેલ્પલાઈન પર મદદ માંગવામાં આવી હતી જે બાબત મોરબી ગ્રામ્ય મામલતદાર નીખીલ મહેતાને ધ્યાન પર આવતા તાત્કાલિક આધાર કાર્ડની કીટ સુપરવાઈઝર સાથે તેમના ઘરે મોકલી હતી અને બાયોમેટ્રિક અપગ્રેડેશન કામગીરી કરવામાં આવી હતી 

સરકારી સહાય માટે આધાર બેઈઝ પેમેન્ટ થતા હોવાથી આધારકાર્ડ અપગ્રેડેશન ખૂબ જરૂરી હોય શારીરિક અશક્તતા ધરાવતા નાગરિકો માટેની સરકાર તમારે દ્વાર જેવી આ સેવા ખૂબ જ ઉપયોગી થઇ રહી છે અને નાગરીકોમાં પણ વહીવટી તંત્ર પ્રત્યે આભારની લાગણી જોવા મળી રહી છે.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!