મોરબી-હળવદ હાઈવે ફોરલેન કરવા માટેની કામગીરીનો ધમધમાટ શરુ થયો
મોરબી-હળવદ સ્ટેટ હાઈવે ફોર લેન કરવા માટે અનેક માંગ અને રજૂઆત બાદ સરકારે રોડના કામ માટે રૂ ૧૯૭ કરોડ ફાળવ્યા છે અને વહીવટી પ્રકિયા ચાલી રહી હોય ત્યારે તંત્રએ વિવિધ કામગીરી શરુ કરી છે
રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાના સઘન પ્રયાસોને પગલે સરકાર દ્વારા મોરબી હળવદ હાઈવે રોડ ફોરલેન માટે રૂ ૧૯૭ કરોડ ફાળવ્યા છે અને વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે દરમિયાન મોરબી હળવદ રોડને ફોર લેન કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે જે કામગીરીના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા આંદરણા પાસે તેમજ હળવદ-માનસર રોડને જેસીબીની મદદથી પહોળા કરવા સહિતની કામગીરી કરાઈ હતી
વિધાનસભા ચુંટણી નજીક છે ત્યારે હળવદ-મોરબી ફોરલેન રોડની માંગણી પૂર્ણ કરવા તંત્ર કામે લાગ્યું છે મોરબી માર્ગ મકાન વિભાગ ટીમે રોડની બંને તરફની જમીન ખુલ્લી કરવા અને સમતળ કરવાની કામગીરી શરુ કરી છે જેથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે
મોરબી-હળવદ સ્ટેટ હાઈવે ફોર લેન કરવા માટે અનેક માંગ અને રજૂઆત બાદ સરકારે રોડના કામ માટે રૂ ૧૯૭ કરોડ ફાળવ્યા છે અને વહીવટી પ્રકિયા ચાલી રહી હોય ત્યારે તંત્રએ વિવિધ કામગીરી શરુ કરી છે