માળિયા પોલીસ સ્ટેશનનો ફોન બંધ, નાગરિકોને ફરિયાદ ક્યાં કરવી ? મોટો પ્રશ્ન
મોરબી જીલ્લામાં આવેલ માળિયા પોલીસ સ્ટેશનનો ફોન અવારનવાર બંધ હાલતમાં જોવા મળે છે ત્યારે કોઈ મુશ્કેલીના સમયમાં અરજદારો ફોન ક્યાં કરે તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે અનેક વખત ફોન બંધ આવતા નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે
માળિયાના પોલીસ મથકનો સરકારી લેન્ડ લાઈન નંબર તેમજ વૈકલ્પિક ઉપયોગ માટે રાખેલ મોબાઈલ ફોન અવારનવાર બંધ આવતો હોય છે પોલીસમથકમાં સંપર્ક થઇ સકતો નથી જેથી નાગરિકોને હાલાકી સહન કરવી પડતી હોય છે હાલ છેલ્લા થોડા દિવસોથી માળિયા પોલીસ સ્ટેશનનો ફોન બંધ હાલતમાં જોવા મળે છે તેવી ફરિયાદો ઉઠતા માળિયા ઇન્ચાર્જ પીએસઆઈ વી જી જેઠવાનો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે ફોન બંધ હોવાની કમ્પ્લેન કરી છે તેમજ લોકોને પોલીસની મદદની જરૂરતને ધ્યાને લઈને માળિયા તાલુકાના ગામના આગેવાનો અને સરપંચ ને પીએસઆઈ તેમજ પીએસઓનો નંબર આપવામાં આવ્યો છે જેથી પાસેથી નંબર મેળવીને તેમનો સંપર્ક કરવા જણાવ્યું છે