30.9 C
Kadi
Thursday, March 30, 2023

અંકલેશ્વર ગડખોલ પાટીયા પાસે આવેલ સુરવાડી બ્રિજ ઉપર અકસ્માતમાં ૨ બ્રિજ નીચે પડ્યા..૧નું મોત


અંકલેશ્વર ગડખોલ પાટીયા પાસે આવેલ સુરવાડી બ્રિજ ઉપર અકસ્માતમાં ૨ બ્રિજ નીચે પડ્યા..૧નું મોત

 
ફોરવીલ ગાડી અને બાઈક સવાર વચ્ચે અકસ્માત સર્જાયો, 
 
 
ફોરવીલ ગાડીએ બાઈક સવારને ટક્કર મારતા મોટરસાયકલ પર રહેલ બે વ્યક્તિ બ્રિજ નીચે પટકાયા….
 
એક યુવાનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું,
 
એક ઇસમને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો….
 
ભરૂચ જિલ્લામાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી જિલ્લામાં અકસ્માતનું પ્રમાણ અંકલેશ્વર વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યું છે, જ્યાં એક માસના સમયગાળામાં જ માર્ગ અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવી એક બાદ એક રોજ મ રોજ ઘટનાઓ ચિંતાજનક રીતે પ્રકાશમાં આવી રહી છે.
 
આજે બપોરના સમયે પણ અકસ્માતની વધુ એક ઘટના અંકલેશ્વર વિસ્તારમાંથી સામે આવી હતી, જ્યાં અંકલેશ્વરના સુરવાડી બ્રિજ ઉપરથી મોટર સાયકલ લઇ પસાર થતા ઇસમોને કારના ચાલકે પાછળના ભાગેથી ટક્કર મારતા બાઇક પર સવાર બંને ઈસમો બ્રિજ પરથી નીચે પટકાયા હતા જ્યાં તેઓને ગંભીર ઇજાઓના પગલે એક ઈસમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો અન્ય એક ઈસમ ઘાયલ થતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
 
 
અકસ્માતની ઘટના બાદ સ્થળ ઉપર એક સમયે લોક ટોળા ભેગા થતા બ્રિજ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. જોકે ઘટનાની જાણ સ્થાનિક પોલીસ મથકે થતા પોલીસના કાફલા એ સ્થળ પર પહોંચી જઈ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથધરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!