આજના આધુનિક યુગમાં શિક્ષણ પાયાની જરૂરિયાત છે તેમ નાગરિકોનું આરોગ્ય પણ આવશ્યક છે. આજ ના દોડધામ ભરી જીંદગીમાં લોકો પોતાનું આરોગ્ય વિશે સાવચેત રહેતા ના હોવાથી અનેક રોગો થાય છે. જેને ધ્યાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોના આરોગ્યની ચિંતા કરી છે તેમજ ગરીબ અને મધ્યમ પરિવારો જે આરોગ્યની સુવિધાથી વંચિત ન રહે તે માટે વર્ષ ૨૦૧૮માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્ન ભારત યોજના શરૂ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાગરિકો મહત્તમ લાભ પહોંચાડ્યો છે. આવો જ લાભ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કડેગી ગામના પોપટભાઈ કડેગિયાને મળ્યો છે.
આ તકે પોપટભાઈ કડેગિયા જણાવ્યું હતું કે, તેઓ કડેગી ગામના રહેવાસી છે. થોડા સમય પહેલા મને પેટમાં દુખાવો અને લક્ષણો દેખાતા મે હોસ્પિટલમાં સારવાર અર્થે ગયો ત્યારે મને જાણ થઈ કે મને કેન્સર છે. ત્યારબાદ મારી પાસે આયુષ્માન કાર્ડ હતું. જેના કારણે મારી જૂનાગઢની હિમાલયા હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવે છે. હાલમાં મારી સારવાર શરૂ છે.
વધુમાં પોપટભાઈ જણાવ્યું કે, આયુષ્માન કાર્ડથી મને ઘણો ફાયદો થયો છે. સરકારશ્રી દ્વારા ન માત્ર સારવારનો ખર્ચ પરંતુ મુસાફરી ખર્ચ તથા જમવાનો ખર્ચ પણ આપવામાં આવે છે. મને મુસાફરી ખર્ચ રૂપે રૂ.૩૦૦ સરકારશ્રી દ્વારા અપાય છે. હું સરકારનો આભાર માનું છું કે તેમણે મારા જેવા ગરીબ અને ખેડૂત પરિવારો હિત ધ્યાને લઈને આયુષ્માન ભારત જેવી કલ્યાણકારી યોજના શરૂ કરી. તથા મારી અન્ય નાગરિકોને અપીલ છે કે તેઓ પણ આયુષ્માન કાર્ડ કઢાવી સરકારની આ યોજનાનો લાભ મેળવે.