ભરૂચ જિલ્લાના વાગરા પંથકના રહીયાદ ગામે જીએનએફસીના ટીબીઆઇ ટુ પ્લાન્ટના કામદારો મેદાનમાં ઉતર્યા.. વેતન ઓછું ચુકવાતું હોવાના આક્ષેપ..
કામદારો સાથે વેતન ચૂકવવા બાબતે ભેદભાવ રખાતો હોવાના આક્ષેપ..
ભરૂચ જિલ્લામાં દિવાળી ટાણે અનેક ઔદ્યોગિક વસાહતો માંથી કંપનીના કામદારો મેદાનમાં ઊતરી પોતાની માંગણીઓને લઈ આંદોલન કરતા હોય છે ત્યારે આંદોલનની મોસમ ફરી એક વાર સોળે કળાએ ખીલી ઉઠી છે અને જીએનએફસી વાગરા તાલુકાના રહિયાદ ગામ નજીકના ટુ પ્લાન્ટ બહાર કામદારોએ પોતાની માંગણીઓ સાથે આંદોલનનું રણસિગુ વગાડ્યું હતું
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના રહિયાદ ગામ ખાતે આવેલી જીએનએફસીની ટીબીઆઇ ટુ પ્લાન્ટના મોટી માત્રામાં કામદારોએ કંપની દ્વારા રૂપિયા ચાર નો વધારો કરીને કરેલી મજાકને લઈને બે દિવસથી ૫૦૦ જેટલા કામદારો કંપની બહાર પગાર વધારો લઈને માંગણી કરી રહ્યા છે અને તેઓ હડતાલ પર ઉતરી ગયા છે વાગરા તાલુકાના રહિયાદ ગામ ખાતે આવેલી gnfcનો ટીબીઆઇ પ્લાન્ટ ટુ માં લગભગ ૫૦૦થી જેટલા કંપનીમાં કામદારો કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને તેઓને હાલ ₹૩૫૧ રોજ ચૂકવવામાં આવે છે આથી ૧૫ દિવસ પહેલા કંપનીના કામદારોને કહેવામાં આવ્યું હતું કે તમને રૂપિયા ૯૦નો વધારો કરવામાં આવશે પરંતુ ચાર રૂપિયાનો વધારો થઈને આવતા કંપનીના કામદારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ એટલું જ કે જો રોજના ચાર રૂપિયાનો વધારો થાય તો એક કટીંગ ચાઈ પણ આવતી નથી ત્યારે કંપની દ્વારા માત્ર ચાર રૂપિયાનો વધારો કરીને કામદારો સાથે મજાક કરી રહ્યા હોય તેવું લાગતા કંપનીના કામદારો છેલ્લા બે દિવસથી કામ બંધ કરીને કંપનીના ગેટ બહાર હડતાલ ઉપર ઉતરી ગયા છે અને લગભગ ૯૦ નહીં તો ₹૫૦નો વધારો કરી આપે તેવી માંગણી કરી રહ્યા છે કામદારોના કહેવા મુજબ કંપનીમાં જે કેમિકલ ઉત્પાદન થઈ રહ્યું છે તે બહુ જ ખતરનાક છે અને પોતે જીવના જોખમે આટલા નજીવા રોજ લઈને કામ કરી રહ્યા છે ખરેખર તો ૩૯૦ થી લઈને ૪૦૦ રૂપિયાનો રોજ હોવો જોઈએ પરંતુ હજુ સુધી કંપની સત્તા વાળો કે કોન્ટ્રાક્ટરોએ કામદારોનો પગારમાં વધારો કર્યો નથી અને વધારો પણ કરીએ તો માત્ર ચાર રૂપિયા જ ખરેખર આ કામદારો સાથે મજાક થવાનું કામદારોએ કહ્યું હતું અને જો વહેલી તકે કામદારોની પગાર વધારો નહીં કરવામાં આવે તો કામદારો આગળના દિવસોમાં ભારે વિરોધ હોવાની ચીમકી પણ આપી દીધી છે.