ગામજનોમાં નારાજગીનો માહોલ ગીરગઢડામાં ગટરનાં ગંદા પાણી ફરી માં વળતાં રોગચાળાનો ખતરો ઉભો થયો છે
જવાબદાર વિભાગ યોગ્ય કરે તે જરૂરી
ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહયું છે. અને બીજી તરફ ગીરગઢડા ગામમાં ખુલ્લી ગટરો ઉભરાતા દુર્ગંધ ફેલાઈ રહી છે. જયારે છેવાડાના ગામડાઓને વિકાસના પંથે લઈ જવા માટે વિવિધ યોજનાઓ અંતર્ગત લાખોની ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે પણ વિકાસ જોવા મળતો નથી.
ગીરગઢડાની મુખ્ય બજારથી રામજી મંદિર તેમજ જલારામ મંદિર પાસેના ભાગે છેલ્લા ઘણા સમયથી ખુલ્લી ઉભરાતી ગટરો અને રસ્તામાં દુર્ગંધ મારતા ગંદા પાણીથી રોગચાળો ફેલાવવાની દહેશત ઉભી થવા પામી છે. ત્યારે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં કામગીરી ન કરાતા રહીશો હાલાકી ભોગવી રહયા છે.
ગીરગઢડા ગામની મેઈન બજારથી રામજી મંદિર તરફ જતા રસ્તામાં તેમજ પાણીયારી વાવ વિસ્તારમાં આવેલ જલારામ મંદિર પાસે ખુલ્લી ઉભરાતી ગટરો અને રસ્તામાં |દુર્ગંધ મારતા ગંદા પાણીના કારણે ભયંકર રોગચાળો ફેલાવવાની ભીતિ
સેવાઈ રહી છે. ત્યારે સ્થાનિક રહીશો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આજુબાજુના ઘરોમાં ચિકનગુનિયા, મેલેરીયા, ડેન્ગ્યુ, ઝાડા, ઉલ્ટીના અનેક કેસ જોવા મળી રહયા છે. ત્યારે ગીરગઢ ડા ગામની ખુલ્લી ગટરો આસપાસમાં રહેલ કાદવ કીચડ અને માર્ગમાં વહેતા ગંદા પાણી અસહય દુર્ગંધ મારતા
હોવાથી સ્થાનિક રહીશોને ઘર બંધ કરી રહેવાનો વારો આવ્યો છે. તેમજ સ્થાનિકોને રસ્તામાંથી પસાર થતી વેળ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. ત્યારે ગીર ગઢડા ગામના સ્થાનિક તંત્ર દ્વારા દવાનો છંટકાવ કરી લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ | લાવે તે જરૂરી બન્યું