વેરાવળ-પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ વિકાસ કામોને મંજૂરી કચરાના નિકાલ, જીમના સાધનોની ખરીદી તેમજ શોપીંગ સેન્ટરના કામોને લીલીઝંડી અપાઇ
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ પિયુષભાઇ ફોફંડીની અધ્યક્ષતામાં મળેલ હતી. આ સભામાં વિવિધ વિકાસલક્ષી કામો મંજૂર કરવામા આવ્યા હતા.આ સભામાં સ્વર્ણિમ જયંતિ- મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૨૦-૨૧ અંતર્ગત આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ માટે નગરપાલિકાને ફાળવવાપાત્ર ગ્રાન્ટનું આયોજન કરવા અંગે નિર્ણય કરવામાં આવેલ તેમજ આવાસ યોજનામાં આવેલ કોમ્યુનીટી હોલનો વપરાશ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીને બ્લડ બેન્કની કામગીરી માટે સોંપવા નિર્ણય કરવામાં આવેલ તેમજ સ્વચ્છ ભારત મિશન ૧.૦ હેઠળ ગ્રાંન્ટ ગ.૧૦.૨૩ કરોડના લાંબાગાળાનો સર્વગ્રાહી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન હેઠળ શહેરમાં દૈનિક ધોરણે ઉત્પાદન થતાં અંદાજીત ૮૦ મેટ્રીક ટન ઘન કચરાના એકત્રીકરણ-વર્ગીકરણ-નિકાલની વૈજ્ઞાનિક ઢબે લાંબાગાળાની વ્યવસ્થા ગોઠવવા માટે યોગ્ય નિર્ણય ય
વેરાવળ કરવામાં આવેલ તેમજ સ્વચ્છ ભારત મિશન ૨.૦ હેઠળ ડમ્પ સાઇટ પર વર્ષોથી એકત્રીત થયેલ જુના કચરા (લેગસી | વેસ્ટ) ના નિકાલ માટે કચેરીને ગ.૧૬.૪૮ કરોડની ગ્રાંન્ટ્ર ફાળવવામાં આવેલ છે. જેના લાંબાગાળાનો સર્વગ્રાહી લેગસી વેસ્ટ મેનેજમેન્ટ પ્લાનના અમલીકરણ અને નિર્ધારણ માટે યોગ્ય નિર્ણય કરવામાં આવેલ છે. આ સભામાં ઉપપ્રમુખ કપીલભાઇ મહેતા, કારોબારી ચેરમેન નિલેશભાઇ વીઠલાણી સહીતના નગરસેવકો, નગરપાલિકાની જુદી-જુદી બ્રાન્ચના | અધિકારીઓ ઉપસ્થિત રહેલ હતા. આ ઉપરાંત ભુગર્ભ ગટરના પેટા નિયમોને મંજુરી આપવામાં આવેલ તેમજ રૂા.૬.૬૬ લાખની ગ્રાંન્ટમાંથી શહેરના જુદા-જુદા ગાર્ડનોમા | જીમના સાધનોની ખરીદી કરવા નિર્ણય કરવામાં આવેલ તેમજ નગરપાલિકા વિસ્તારમાં ચાલતી ડોર ટુ ડોર કામગીરીની સમિક્ષા કરવામાં આવેલ તેમજ વેરાવળમાં અંતિમખંડ ૨૯૦ માં શોપિંગ સેન્ટર બનાવવાનું કામ મંજુર થયેલ, આ કામની એજન્સીને કામ માંથી છુટી કરવા નિર્ણય કરવામાં આવેલ છે