23.9 C
Kadi
Sunday, May 28, 2023

ગુરુ -શિષ્યના સંબંધને લાંછન લગાડતી ઘટના ડીસા શહેરમાં ઘટના બહાર આવી


ગુરુ-શિષ્યના સંબંધને લાંછન લગાડતી ઘટના ડીસા શહેરમાં ઘટના બહાર આવી ડીસામાં ટ્યુશન ક્લાસ ચલાવનાર શખ્સ દ્વારા સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું; ખાનગી હોટલમાં અશ્લીલ ફોટા પાડી મરજી વિરુદ્ધનું કૃત્ય આચર્યું

 
ડીસામાં ફરી એકવાર ગુરુ-શિષ્યના સંબંધોને બદનામ કરતી ઘટના સામે આવી છે. ઘરે ભણાવવા જતા શખ્સે સગીર વિદ્યાર્થીનીના અશ્લીલ ફોટા પાડી દુષ્કર્મ આચરતા ડીસા ઉત્તર પોલીસ મથકે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. ડીસા એક ખાનગી હોટલમાં અશ્લીલ ફોટા પાડી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું
ડીસા તાલુકાના એક ગામમાં ઘરે ભણાવવા જતા ટ્યુશન સંચાલકે સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. માલગઢ ગામે રહેતા જય ટાંક નામનો 30 વર્ષીય યુવક દ્વારા એક પરિવારના ચાર વિદ્યાર્થીઓને ભણાવવા માટે તેના ઘરે જતો હતો તે દરમિયાન, એક દિવસ સગીરાને ટયુશન સંચાલક બાઈક પર હાઇવે પર આવેલી એક ખાનગી હોટલમાં લઈ ગયો હતો. જ્યાં સગીરાના અશ્લીલ ફોટા પાડી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની જાણ સગીરા સહિત તેના પરિવારજનોને થતા સમગ્ર મામલો, ડીસા ઉત્તર પોલીસ મથકે પહોંચ્યો હતો અને દુષ્કર્મ આચરનાર જય દિનેશભાઈ ટાંક નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે ડીસા પંથકમાં ફરી દુષ્કર્મની ઘટના બહાર આવતા ચકચાર મચી જવા પામી છે અને દુષ્કર્મ આચરનાર નરાધમ જય દિનેશભાઈ ટાંક સામે લોકો ફીટકાર વસાવ્યી રહ્યા છે

Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!