કોડીનાર ની સોમનાથ એકેડેમી ની પ્રાથમિક શાળા ના બાળકો એ મૂળ દ્વારકા બીચ ની સફાઈ કરી…આ સ્થળ નો વિકાસ હાથ ધરવા માંગ બુલંદ બની…
ડોળાસા કોડીનાર ખાતે આવેલી સોમનાથ એકેડેમી વિદ્યા સંકુલ ની પ્રાથમિક શાળા ના બાળકો એ મૂળ દ્વારકા બીચ ઉપર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું
કોડીનાર તાલુકા નું દરિયા કિનારા નું એક માત્ર ફરવા જોવા લાયક સ્થળ મૂળ દ્વારકા નો દરિયા કિનારો છે.અહી બીચ ખાતે કોડીનાર તાલુકા ઉપરાંત બહાર ગામ ના સહેલાણીઓ અહી આવે છે.જેથી કચરો પણ અહી વધુ જોવા મળે છે.પી.એમ.નરેન્દ્રભાઇ મોદી ના “સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત ” સૂત્ર ને યાદ રાખી સોમનાથ એકેડેમી ના પ્રમુખ કરશનભાઈ સોલંકી ના માર્ગ દર્શન નીચે સોમનાથ પ્રાથમિક શાળા ના બાળકો નો પ્રવાસ મૂળ દ્વારકા ખાતે યોજ્યો હતો.અને બાળકો એ થોડીજ વાર માં રમતા રમતા બીચ ની સફાઈ કરી હતી.
મૂળ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણ ના જીવન કાળ દરમ્યાન નું એક મહત્વ નું સ્થળ છે.ત્યારે સરકાર આ ધાર્મિક સ્થળ ને પ્રવાસન ધામ માં ફેરવી વિકાસ ની એક નવી કેડી કંડારે તેવી લોકો ની પ્રબળ માંગ છે.ડબલ એન્જિન ની સરકાર વિકાસ નાં કામો કરતી રહે છે.ત્યારે મૂળ દ્વારકા બીચ અને ધાર્મિક સ્થાન નો વિકાસ થાય તેવી કોડીનાર તાલુકા નું જનતા ને અપેક્ષા છે.જો આ સપનું સાકાર થાય તો તેની સોમનાથ જિલ્લા સહિત ભારત ભર ના પ્રવાસીઓ ને આકર્ષી શકે છે.