*ડીસા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી સમિતિની મીટીંગ યોજાઇ ડીસા તાલુકા સંઘ ખાતે ડીસા તાલુકા વિધાનસભા સીટના પ્રભારી બાબુભાઈ ચૌધરી અને કૈલાશભાઈ ગેલોતની અધ્યક્ષતામાં માર્ગદર્શન અપાયું*
ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ દરેક વિધાનસભા સીટ જીતવાની મક્કમતા સાથે કામગીરી પણ શરૂ કરી દીધી છે ત્યારે આજે ડીસા તાલુકા સંઘ ખાતે વિધાનસભા સીટના પ્રભારી બાબુભાઈ ચૌધરી અને બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ કૈલાશભાઈ ગેલોતની અધ્યક્ષતા માં વિવિધ સમિતિઓ બનાવીને ચૂંટણી કામગીરીની વહેંચણી કરવામાં આવી હતી જેમાં ડીસા શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર રાકેશભાઈ પટેલ અમિતભાઈ રાજગોર જીગ્નેશભાઈ જોશી પ્રકાશભાઈ દવે ગોવિંદભાઈ માખીજા વસંતભાઈ શાહ જેવા પાર્ટીના કાર્યકરોને ચૂંટણી દરમિયાન વિવિધ કામગીરી ની વહેચણી કરવામાં આવી હતી અને વિધાનસભા ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિકાસના કામોને લઈ જનતા વચ્ચે જઈ પ્રચાર પ્રસાર કરવો રેલી કરવી તેમ જ પ્રદેશમાંથી જે પણ પાર્ટીની કામગીરી કરવાના આદેશ મળે તેને જનતા વચ્ચે રહીને કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું