30.9 C
Kadi
Thursday, March 30, 2023

મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ ગૂજરાત વિદ્યાપીઠ સાદરા દિક્ષારંભ કાર્યક્રમ યોજાયો


ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ સાદરા ખાતે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓનો દિક્ષારંભ સમારોહ યોજાયો. જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલ શિક્ષણ, પછી મહાવિદ્યાલય ના ઉચ્ચ શિક્ષણ ના માળખામાં પ્રવેશ મેળવે છે. અને તે પણ ગાંધી વિચાર આધારિત શિક્ષણ સાથે કેળવણી આપતી મ. દે.ગ્રામસેવા સંકુલમાં પ્રવેશ મેળવે છે, ત્યારે તેમને વૈચારિક ધોરણે કેટલીક મૂળભૂત બાબતો વિશે સ્પષ્ટતાઓ જરૂરી હોય છે. આ માટેનો એક દ્વિદિવસીય દિક્ષારંભ કાર્યક્રમનું આયોજન થયું. જેની શરૂઆત માં પૂર્વભૂમિકા એટલે કે શા માટે આ દિક્ષારંભ ની જરૂર છે. અને ઉચ્ચ શિક્ષણમાં વિદ્યાર્થી ઓ પાસેથી શું અપેક્ષા છે. તે અંગેની વાત, પ્રોગ્રામ ઓફિસર ડૉ.મોતીભાઈ દેવું એ કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ પ્રકૃતિ વિશે જવાબદાર વર્તન કરે અને પ્રકૃતિ તરફ સંવેદનશીલ થાય તે માટે ઈન્દ્રોડા નેચરલ પાર્ક ખાતે લઇ જવામાં આવ્યા હતા.જ્યાં શ્રી આલાપભાઈ પંડિતે વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને વન્ય જીવો વિશે સુંદર માહિતી આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને સરીસૃપ સાપ વિશે એક ફિલ્મ નિર્દશન કરવામાં આવ્યું હતું. શ્રી તેજસ ઠાકરે વિદ્યાર્થીઓને યોગ અને ધ્યાન નું જીવનમાં મહત્વ વિશે વાત કરી હતી. દિક્ષારંભ ના બીજા દિવસે વિદ્યાર્થીઓને ઐતિહાસિક સાદરા ગામની હેરિટેજ વોક પર લઈ જવામાં આવ્યા હતા. જેનું પ્રસ્થાન સંયોજક શ્રી ડૉ.રાજેન્દ્ર જોષી એ કરાવ્યું હતું. 1857 ના મકાન ની મુલાકાત અને તેની સાથે શારીરિક શિક્ષણ વિભાગનો પરિચય અધ્યક્ષ અને ડીન શ્રી ડૉ.જગદીશ ચંદ્ર સાવલિયા એ આપ્યો હતો. ત્યાર પછીના બૌદ્ધિક સેશનમાં ડૉ.રાજેન્દ્ર જોષી એ વિદ્યાપીઠના ઇતિહાસ અને શિક્ષણ પ્રણાલી વિશે વાત કરી હતી. ડૉ.દિવ્યેશ ભટ્ટ એ મહાવિદ્યાલય ની વર્ષ દરમિયાન ની પ્રવૃતિ અને દૈનિક પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરી હતી. આરોગ્ય અધિકારી ડૉ. નયનેશ વસાવા એ આરોગ્યપ્રદ ટેવો અને નિરામય જીવનની ચાવી વિશે વાત કરી હતી. સમાપન સમારોહમાં વિદ્યાર્થીઓ એ પ્રતિભાવો આપ્યા હતા તેમાં જીજ્ઞા પંચાલ, કિંજલ નોહગા, અંજલિ, હેતલ રબારી, નીતિન, ભાવિન રાઉત, ધનરાજ ખાંટ, રેનીશ, રવિના ચરમટા વગેરે વિદ્યાર્થીઓએ પ્રતિભાવો આપ્યા હતા. સમાપન સમારોહ માં ડૉ.રાજેન્દ્ર જોષી એ આશીર્વચન આપ્યા હતાં . વિશેષ અતિથિ તરીકે તબીબી અધિકારી ડૉ નયનેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. બે દિવસ કાર્યકમ નું સમગ્ર આયોજન ડૉ.રાજેન્દ્ર જોષી ના માર્ગદર્શન હેઠળ ડૉ.મોતીભાઈ દેવું અને ડૉ.દિવ્યેશ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!