હાંસોટના ઉત્તરાજ ગામ નજીક ભાડભુત બેરેજ યોજના પાસે યુવાનનું ડુબી જતાં મોત.
ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીમાં અવારનવાર ડૂબી જવાથી મોત થવા અંગેની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે તેવામાં વધુ એક ઘટના આજે સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું નર્મદા નદીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું.
હાંસોટ તાલુકાના ઉતરાજ ગામ નજીક ચાલી રહેલ ભાડભૂત બેરેજ યોજના પાસે હાંસોટના રામનગર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ મિસ્ત્રી નામક યુવકનું નર્મદા નદીના વહેણમાં ડૂબી જતાં તેઓનું મોત નીપજ્યું હતું, જે બાદ ઘટના અંગેની જાણ અંકલેશ્વર નગર પાલિકાના ફાયર ફાયટરોએ કરાતા ફાયરના જવાનોએ નદી વચ્ચેથી મૃતકની લાશને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢી હતી.
ઘટનાની જાણ હાંસોટ પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે મૃતકની લાશનો કબ્જો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલા અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે, હાલ આ યુવક કઈ રીતે ડૂબ્યો અથવા પગ લપસી જતા ઘટના બની છે કે કેમ તે અંગેના કારણો સામે આવી શક્યા નથી, જોકે મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.