28.6 C
Kadi
Wednesday, March 29, 2023

અંકલેશ્વર હાઇવે ઉપર રાજપીપળા ચોકડી પાસે આવેલ સાંઇ લોક રેસીડેન્સીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો


અંકલેશ્વર હાઇવે ઉપર રાજપીપળા ચોકડી પાસે આવેલ સાંઇ લોક રેસીડેન્સીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
બાતમી આધારે પોલીસે તાડ ફળિયાના કુખ્યાત બુટલેગરના ત્યા રેડ કરી, ૧.૦૫ લાખનો મુ્દામાલ દારૂ ઝડપાયો
શહેર પોલીસે બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી
ભરૂચ જિલ્લામાં નશાનો વેપલો ચલાવતા તત્વો જાણે કે સુધરવાનું નામ જ ના લેતા હોય તેમ એક બાદ એક પોલીસ વિભાગો દ્વારા પાડવામાં આવતા દરોડામાં લાખોની કિંમતનો શરાબનો જથ્થો ઝડપાઇ રહ્યો છે, તે જ પ્રકારની વધુ એક સફળ રેડ અંકલેશ્વર ખાતે અંકલેશ્વર શહેર પોલીસે કરી છે.આ શરાબનો જથ્થો અંકલેશ્વરના તાડ ફળિયા વિસ્તારમાં રહેતા શાહરૂખ નજીર પઠાણ નામના ઇસમનો હોવાનું માલુમ પડતા અંકલેશ્વર શહેર પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે
અંકલેશ્વર ખાતે શહેર પોલીસનાં કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીકની સાંઈલોક રેસીડેન્સીના એક મકાનમાં દરવાજો લોક મારી સંતાડવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી શરાબના અલગ અલગ બ્રાન્ડના ૧૦૫૬ નંગ બોટલ મળી કુલ ૧,૦૫,૬૦૦ ના મુદ્દામાલને ઝડપી પાડ્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!