આગામી સત્રથી લાગુ થનાર વૈદિક ગણિત અંગે પાટણ , સરસ્વતી અને સિદ્ધપુરના 60 શિક્ષકોને તાલીમ અપાઈ પાટણ ગણિત પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ ક્લબના સંકલનથી ગુરુવારના રોજ પાટણ , સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાના માધ્યમિક વિદ્યાલયોના ગણિત શિક્ષકોની વૈદિક ગણિતની તાલીમનું આયોજન પી . પી . જી એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલ પાટણમાં કર્યું હતું . જેમાં 3 તાલુકાના કુલ 60 જેટલા શિક્ષકોએ વૈદિક ગણિતના સૂત્રોથી સરળતાથી અને ઝડપથી ગણતરી કરવાની વિવિધ પ્રકારની પદ્ધતિઓ શીખી હતી . જેમાં ગુણાકાર , વર્ગ કરવા , બાદબાકી , બહુપદીઓના ભાગાકાર અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલનો સમાવેશ થાય છે . આ પ્રસંગે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના કેમ્પસ ડાયરેક્ટર ડો . જીતેન્દ્રભાઈ પંચોલી , પાટણ ગણિત પરિવારના માર્ગદર્શક કાનજીભાઈ પટેલે દિવાળી પછી બીજા શૈક્ષણિક સત્રથી વૈદિક ગણિત લાગુ થવાનું છે , ત્યારે જિલ્લાના શિક્ષકો એનાથી માહિતગાર અને પરિચિત એ હેતુથી તાલીમનું આયોજન કર્યું છે . ભાનુભાઈ પટેલે પાટણ ગણિત પરિવારમાં જોડાવવા તથા મહિનામાં 1 દિવસ રાત્રે 1 કલાક ગણિતના સત્સંગમાં જોડાવવા આહવાન કર્યું હતું . ઝુઝારસંગ સોઢાએ કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ કરી હતી