ગ્રામ્ય વિસ્તારના સ્વચ્છતા સર્વેક્ષણમાં પાટણ જિલ્લો સતત ત્રીજા વર્ષે રાજ્યમાં પ્રથમક્રમે ભારત સરકાર દ્વારા તાજેતરમાં કરેલા સ્વચ્છતા સર્વેક્ષણનું પરિણામ જાહેર કર્યું છે . જેમાં ગ્રામ્ય વિસ્તારોના સર્વેમાં પાટણ જિલ્લાએ સતત ત્રીજી વખત રાજ્યમાં પ્રથમ ક્રમે આવીને હેટ્રિક લગાવી છે સાથે રાષ્ટ્રીય કક્ષાએ 15 મો નંબર પ્રાપ્ત કર્યો છે . દેશના સૌ પ્રથમ નંબરે આવેલ હરિયાણાના ભીવાની જિલ્લા કરતા પાટણ જિલ્લો માત્ર 13 માર્કશથી દૂર રહ્યો છે . સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ -2021 ના ભાગરૂપે કેન્દ્રની ટીમ દ્વારા પાટણ જીલ્લાના તમામ તાલુકામાંથી સ્વતંત્ર રીતે રેન્ડમલી ગામોને પસંદ કરી સર્વેક્ષણ હાથ ધર્યું હતું . સર્વેક્ષણમાં ગામના જાહેર સ્થળો જેવા કે શાળા , આંગણવાડી , આરોગ્ય કેન્દ્ર , મુખ્ય બજાર , ધાર્મિક સ્થળોની સ્થળ મુલાકાત કરી સ્વચ્છતા લગત મૂલ્યાંકન કર્યું હતું . ગામમાં 100 % વ્યકિતગત શૌચાલય અને તેના ઉપયોગની પણ ચકાસણી કરી હતી . વધુમાં ગામમાં ઘન અને પ્રવાહી કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલની વ્યવસ્થાના ભાગરૂપે બાંધકામ કરેલ સેગ્રીગેશન શેડ , સામુહિક કમ્પોસ્ટ પીટ , શોકપીટ , ગટર વ્યવસ્થા , સામુહિક શૌચાલયની રૂબરૂ મુલાકાત કરી મોબાઈલ એપ્લીકેશન દ્વારા જીઓ ટેગ કરી સર્વેક્ષણ હાથ ધર્યું હતું . આ સર્વેક્ષણમાં પાટણ જિલ્લાએ રાજ્યમાં પ્રથમ તથા દેશમા 15 મો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે . ભારત સરકારના જળ શક્તિ , પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ( SSG ) ” 2018 માં શરૂ કર્યું હતું . જે વર્ષમાં જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ અને વેસ્ટર્ન ઝોનમાં દ્રિતીય અને સમગ્ર ભારત દેશમાં ચોથા ક્રમાંકે , તેવી જ રીતે વર્ષ 2019 માં પણ રાજ્યમાં અને વેસ્ટર્ન ઝોનમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરેલ હતો . આમ સતત 3 વર્ષથી સ્વચ્છ સર્વેક્ષણ ( ગ્રામીણ ) પ્રતિયોગિતામા પાટણ જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી સમગ્ર રાજ્યને ગૌરવંતીત 11 કરેલ છે . જિલ્લા વિકાસ અધિકારી ડી . એમ . સોલંકી , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી અને જિલ્લા કો . ઓર્ડીનેટર દિલીપ ચૌહાણના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારીઓ , સ્વચ્છ ભારત મિશનના કર્મીઓ ઉપરાંત સરપંચો , તલાટીઓ દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરીના લીધે સતત ૩ વર્ષ સુધી પ્રથમ ક્રમાંક જાળવી રાખેલ છે અને સ્વચ્છ ભારત મિશન ફેઝ -૨ અંતર્ગત ODF + ની કામગીરી વેગવંતી બનાવી છે