પાટણ ના વધાસર પાસેથી સોલાર પ્લેટો અને બેટરીનાં મુદ્દામાલ સાથે એક ચોર ઝડપાયો પાટણ જિલ્લા ના સરસવતી તાલુકાનાં વધાસર કુબાનાં રસ્તા ઉપર પાટણ એલસીબી પોલીસે બાતમી આધારે પ્રવિણ હિરાજી ઠાકોર અટકાયત કરી હતી . અને તેની પાસેથી રૂા . કુલે રૂા . 46000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો . પાટણ સરસવતી તાલુકા નાં વધાસર કુબા નાં રસ્તા ઉપર પાટણ એલસીબી પોલીસે મળેલી બાતમી આધારે પ્રવિણ હિરાજી ઠાકોર રે . વધાસર તા . સરસ્વતીવાળાની અટકાયત કરી હતી . અને તેની પાસેથી રૂ . 35 , 000 થી કિંમતનો ચોરેલી સાત નંગ સોલાર પ્લેટો 10 , 000 થી બે બેટરી મળી કુલે રૂા . 46000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો . આરોપીએ કબુલાત કરી હતી કે , તેણે આ 7 સોલાર પ્લેટો કાંકરેજનાં ગુંઠાવાડાથી , સરીયદ હાઇવે ઉપર ઉભી રહેતી ટ્રકોમાંથી પાંચ બેટરીની તથા સરસ્વતિનાં શેરપુરા ગામે બોરનાં કેબલ વાયરની ચોરી કરી હતી . તેની સામે શિહોરી પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલો છે