પાટણની સેલટેક્ષ કચેરી ભયજનક , માર્ગ મકાન વિભાગે ‘ જોખમી ‘ હોવાનું બોર્ડ મૂક્યું પાટણ શહેરનાં રેલ્વે સ્ટેશનની પાછળ રેલ્વે ફાટકથી જિલ્લા પોલીસ હેડકવાટર્સ જવાનાં માર્ગે આવેલી સેલટેક્ષ ( જીએસટી ) ભવનની કચેરીનું બિલ્ડીંગ જર્જરિત અને ભયજનક બની ગયું હોવાનું જાણવા મળ્યું છે . આ અંગેની મળતી માહિતી મુજબ વર્ષો જૂની પાટણની સેલટેક્ષ કચેરીનું બિલડીંગ લાંબા સમયથી જર્જરિત બનીને ભયજનક સ્થિતિમાં ઉભું છે . અને આ મકાનને આ બિલ્ડીંગની સારસંભાળ અને મેન્ટેનન્સ કરવાની જવાબદારી સંભાળતા પાટણનાં માર્ગ અને મકાન વિભાગે જોખમી જાહેર કરીને બિલ્ડીંગની આગળ જ ‘ આ મકાન જોખમી છે , દરેકે પોતાનું જોખમ લઇને આવવું જવું એ પ્રકારનું સૂચના બોર્ડ પણ મૂકી દીધું હોવાથી અમે કચેરીનાં કામકાજ માટે સતત અવરજવર કરતાં કચેરીનાં અધિકારીઓ – કર્મચારીઓ તથા વકીલો કે વેપારીઓ – ક્લાયન્ટોને આ જર્જરિત મકાનનો ભય રહેલો છે . જાણવા મળતી માહિતી મુજબ કચેરીનું મકાન બદલવાની સૂચના પણ મળી હશે કે કેમ ? તેની સ્પષ્ટતા થતી નથી . પરંતુ માર્ગમકાન વિભાગે જ્યારે બિલ્ડીંગ જોખમી હોવાનું બોર્ડ જ મૂકયું હોય ત્યારે આ કચેરી કોઇ સલામત સ્થળે ખસેડવાની જહેમત ઉઠાવવામાં આવતી ન હોવાનું આ કચેરી સાથે સંકળાયેલા વર્તુળોમાંથી જાણવા મળ્યું છે જો આ બિલ્ડીંગ નવા સ્થળે ખસેડાય અને આ મકાનનાં સ્થાને નવું મકાન ક્યારે બનશે તે નિશ્ચિત નથી પરંતુ જ્યાં કરોડોનાં ટેક્ષની વસૂલાતની કામગીરી થતી હોય તેવી આ મહત્ત્વની કચેરી ભયજનક હોય તે યોગ્ય નથી