પાટણના સિદ્ધપુર તાલુકાના ધનપુરા – વાઘરોલના દોઢ કીમી માર્ગનો અઢી વર્ષથી જોબ નંબર ન ફળવાતા ગ્રામજનોમાં તીવ્ર આક્રોશ પાટણ જીલ્લા ના સિદ્ધપુર તાલુકાના ધનપુરા થી વાઘરોલના દોઢ કીમી ના કાચા માર્ગને પેવર માર્ગ બનાવવાની આ ગ્રામજનો ની વર્ષોજુની માંગણી વહીવટીતંત્ર સહિત સરકારે હજુ સુધી સંતોષી ન હોવાથી લોકોમાં તીવ્ર રોષની લાગણી પ્રવર્તી રહી છે . આ માર્ગને પેવર બનાવવા ૯૦ લાખનું એસ્ટીમેટ બનાવી સિદ્ધપુર માર્ગમકાન વિભાગ દ્વારા ૪ થી માર્ચ ૨૦૨૦ રોજ પાટણ કચેરીએ મોકલવામાં આવેલ જેને સદર કચેરી દ્વારા જોબ નંબર ફાળવવા ગત ૧૧-૩-૨૦૨૦ ના રોજ ગાંધીનગર ઓફીસ મોકલી આપવામાં આવી હતી . પરંતુ આજે અઢી વર્ષ વીતી ગયા હોવા બાદ પણ આ માર્ગનો જોબ નંબર ફાળવાયો નથી !. આ બન્ને અંતરિયાળ ગામોને જોડતો આ નેળિયા માર્ગ ખૂબ જ ઊંડો અને દુર્ગમ હોવાથી ચોમાસા દરમિયાન આવવા -જવામાં લોકોને ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે . આ માર્ગ વાહનોની અવરજવર સહિત વિદ્યાર્થીઓને અભ્યાસર્થે જવા માટે પણ ખૂબ જ અગત્યનો હોવાથી આગામી વિધાનસભા ચૂંટણી અગાઉ સદર રસ્તાનો જોબ નંબર ફાળવવામાં આવે તેમજ તેનું કામ શરૂ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે