પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના ભાડીયા ગામ ખાતે નવીન રોડ નુ ખાત મુહુર્ત કરતા રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ 09/10/2022 ના રોજ ઉત્તર ગુજરાત રોહિત સમાજ શૈક્ષણિક સંકુલ, ભાડિયા મુકામે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી 5.00.000/- (પાંચ લાખ) રૂપિયાના ખર્ચે તૈયાર થનાર શૈક્ષણીક સંકુલ થી બસ સ્ટેન્ડ સુધીના સી.સી.રોડનું ખાતમુહૂર્ત રાધનપુર ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું. રાધનપુર તાલુકાના ભાડીયા ગામ ખાતે આવેલ ઊતર ગુજરાત રોહિત સમાજ ટ્રસ્ટ ની વાડી સુધી સીસી રોડ નુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ની ગ્રાન્ટ માંથી પાંચ લાખ ના ખૅચે સીસી રોડ નુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે રાધનપુર તાલુકાના કોંગ્રેસના પ્રમુખ હમીરજી ઠાકોર અને શેહર કોંગ્રેસ પ્રમુખ ડો વિસનુ દાન ઝુલા અને આદિત્ય ઝુલા અને રાધનપુર નગરપાલિકાના પ્રમુખ કાનજીભાઈ પરમાર અને ચેરમેન ગણેશજી ઠાકોર અને ધરવડી સરપંચ પદેશ કોંગ્રેસ મહામંત્રી વિજયભાઈ પરમાર અને ભાડીયા સરપંચ ભેમાજી ઠાકોર રોહિત સમાજ ના આગેવાનો નીતીનભાઇ મકવાણા પ્રમુખ અને રાજેશભાઈ પરમાર મહામંત્રી અને ખચાનચી પુનમ ભાઈ પરમાર અને રોહિત સમાજ ના નવ તાલુકાના આગવાનો અને સંત શ્રી કરસનદાસ બાપુ સહિત ના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા