ચોરીની ઈકો ગાડી સાથે એક ઈસમને પકડી પાડતી એલ.સી.બી.પાટણ મપોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ પાટણનાઓએ જીલ્લામાં તેમજ આજુબાજુના જીલ્લાઓમાં થયેલ ચોરીઓ સબંધે તથા મિલકત સબંધી બનાવો બનતા અટકાવવા સારૂ સુચના કરેલ જે આધારે પો.ઇન્સ.શ્રી આર.કે.અમીન એલ.સી.બી.પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો પાટણ ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી.ઓફીસ ખાતે હાજર હતા દરમ્યાન અ.હેડ.કોન્સ.કેતનકુમાર ગોવિંદભાઈ તથા અ.હેડ.કોન્સ.વિપુલકુમાર ખોડાભાઇ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે , એક નંબર પ્લેટ વિનાની ઇકો ગાડી પાટણ ટી.બી.ત્રણ રસ્તા નજીક ઉભેલ છે જે ગાડી આજથી ચારેક મહીના અગાઉ પાલનપુર શહેરમાંથી ચોરી કરેલ છે . જે હકીકત આધારે સદરી રાઠોડ રણજીતસિંહ સોવનજી ચેનજીજી ઉ.વ .૨૨ રહે.મુડેઠા , ગજનીપુર , ભલાણીપાર્ટી તા.ડીસા જી.બનાસકાંઠાવાળાને પાટણ મુકામેથી ઇકો ગાડી કિં.રૂ .૨,૦૦,૦૦૦ / -ના મુદ્દામાલ સાથે પકડી પાડી સી.આર.પી.સી.કલમ -૪૧ ( ૧ ) ( ડી ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ પાટણ સીટી બી ડીવી પો.સ્ટે.ખાતે સોંપેલ છે પકડાયેલ આરોપીનુ નામ – સરનામું : ( ૧ ) રાઠોડ રણજીતસિંહ સોવનજી ચેનજીજી ઉ.વ .૨૨ રહે . મુડેઠા , ગજનીપુર , ભલાણીપાર્ટી તા.ડીસા જી.બનાસકાંઠા