અંકલેશ્વર ની એસવીઇએમ હાઈસ્કૂલ ખાતે પોક્સો એક્ટ અંગે કાનૂની જાગૂતિ કાર્યક્રમ યોજાયો
મહિલા એડવોકેટ દ્વારા વિદ્યાર્થીની ઓ ને પોક્સો કાયદા અંગે માહિતી પુરી પાડવામાં આવી
અંકલેશ્વર ની એસવીઇએમ હાઈસ્કૂલ ખાતે મહિલા એડવોકેટ દ્વારા વિદ્યાર્થીની ઓ ને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટ ના કાયદા અંગે જાગૃતતા અંગે કાનૂની શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીની ઓ ને પોક્સો એક્ટ અંગે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં આવી હતીગુજરાત રાજ્યના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત કાનુની સેવા સત્તા મંડળ ના પેટ્રોન ઈન ચીફ અરવિંદ કુમાર સાહેબ તથા એક્ઝીક્યુટીવ ચેરમેન . સોનિયાબેન ગોકાણી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળ દ્વારા તા 20 ઓક્ટોબર સુધી સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજો માં વિદ્યાર્થીઓ ને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટ ના કાયદા અંગે જાગૃતતા અંગે કાનૂની શિબિર ના આયોજન ના ભાગ રૂપે અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા અંકલેશ્વર ના દિવા રોડ ઉપર આવેલ એસ વી ઈ એમ હાઈસ્કૂલ ખાતે એડવોકેટ પ્રીતિ તિવારી અને એડવોકેટ સપનાસીંગ ની અધ્યક્ષતા હેઠળ પોક્સો એક્ટ અંતર્ગત કાનૂની જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં વિદ્યાર્થીની ઓ ને બાળકો સાથે જાતીય સતામણી અધિનિયમ પોક્સો એક્ટ ના કાયદા અંગે વિગતવાર માહિતી પુરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમ માં સ્કૂલ ના આચાર્ય સહીત શિક્ષકો અને વિદ્યાર્થીની ઓ ઉપસ્થિત રહ્યા હતા.