23.9 C
Kadi
Tuesday, March 28, 2023

અરબી સમુદ્રમાં માંગરોળની ફિશીંગ બોટ ઉપર ફાયરિંગ ની ઘટનામાં પાકીસ્તાની નેવી વિરુધ પોરબંદર નવીબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ


અરબી સમુદ્રમાં માંગરોળની ફિશીંગ બોટ ઉપર ફાયરિંગ ની ઘટનામાં પાકીસ્તાની નેવી વિરુધ પોરબંદર નવીબંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ ગુજરાતના દરિયા કિનારે હજારો પરિવાર માછીમાર પરિવાર વસવાટ કરે છે દરિયામાં માછીમારી કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવતા હોય છે પરંતુ ક્યારેક દરિયામાં બનતી ઘટનાઓ માં ખલાસીઓ જીવ જોખમમાં મૂકાય છે ના પાક પાકિસ્તાન અવાર નવાર ભારતિય બોટનું અપહરણ કરવા પ્રયાસ કરે છે આ પાકિસ્તાન મારીને હદ વટાવી દીધી છે તાજેતરમાં તારીખ 6 ઓકટોબરના રોજ જખૌ થી 45 કિમી દૂર દરિયામાં હરસિદ્ધિ બોટ તથા અન્ય બોટ દરિયામાં માછીમારી કરી રહેલી હતી તે દરમ્યાન પાકિસ્તાની નેવીના PAMS બરકાતી 1060 શીપ દ્વારા હરસિદ્ધિ નામની બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ આ બોટનમાં બોટ જળસમાધિ લીધી હતી. જો કે માછીમારોનો આબાદ બચાવ થયો છે. જેનું રેસક્યું કરાયું હતું માછીમારોની પુછપરછમાં સામે આવ્યુ છે હતું કે બોટ ડુબ્યા બાદ માછીમારોને ગોંધી રાખીને પાકિસ્તાનના 20-25 જવાનોએ ઢિકા પાટું નો માર માર્યો હતો. ભારતીય બોટ ઉપર ફાયરિંગ તથા બોટને ટકકર મારી તોડી નાખી ખલાસીઓના અપહરણના પ્રયાસ કર્યો હતો આ ઘટનામાં પોરબંદર નવિબંદર પોલીસ સ્ટેશનમાં પાકિસ્તાની નેવી બોટ આવેલ તમામ વિરુધ ગુનો નોંધાયો છે, ફરિયાદમાં જણાવ્યાં મુજબ જખૌ બંદરથી 45 નોટિકલ માઈલ દૂર દરિયામાં હરસિદ્ધિ નામની બોટમાં માછીમારો માછીમારી કરતા હતા દરમીયાન અંગ્રેજીમાં PMSA BARKAT 1060 પાકીસ્તાની નેવી બોટમાં આવલે આશરે ૨૦ થી ૨૫ પાકીસ્તાનીએ ભારતીય બોટો ઉપર ફાયરિંગ કર્યું હતું પાકીસ્તાની નેવીએ ભારતીય બોટને ટક્કર મારી બોટ ને તોડી નાખી ડુબાડી દઇ આશરે ૫૦ લાખનું નુકશાન પહોંચાડ્યું હતું,ભારતીય માછીમારોને પાકિસ્તાની બોટમાં ગોધી રાખી મહેન્દ્રભાઈના માથાના ભાગે પટ્ટો મારી લોહી લુહાણ કરી દીધા હતા તેમજ અન્ય લોકોને પણ ઇજા પહોંચાડી હતી.આ ઘટનામાં ફરિયાદી અમરસીભાઇ તથા સાહેદો નો વીડિયો ઉતારી ધમકી આપી હતી,સમગ્ર ઘટનામાં પોરબંદર નવીબંદર પોલીસ સ્ટેશનમાં વણાંકબારા, દીવના અમરસી માવજી બામણિયાએ પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનમાં પાક નેવીના 20થી 25 જવાનો સામે કલમ ૩૦૭, ૩૬૫, ૪૨૭, ૩૨૪, ૩૨૩, ૫૦૬(૧), ૧૧૪ મુજબ હત્યાની કોશિશ અને માર મારવા બોટ પર ફાયરિંગ કરવાની ફરિયાદ નોંધાવી છે.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!