ભારતમાં દિવાળીનો તહેવાર સૌથી મોટો તહેવાર છે અને ગુજરાતમાં ખાસ તેનું મહત્વ વધારે રહે છે. દિવાળી તહેવારને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે લોકો દિવાળીને લઈને તૈયારી શરુ કરી દીધી છે જો કે ગુજરાતમાં એક ગામ એવું પણ છે જ્યા લોકો દિવાળીના તહેવાર પહેલા જ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં વલસાડ જિલ્લામાં આવેલું ટુકવાડા ગામ કે જ્યાંના લોકો દિવાળીના તહેવાર પહેલા જ દિવાળીની ઉજવણી કરે છે.
આ ગામના લોકો દિવાળીના દસ કે પંદર દિવસ પહેલા જ દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. આ ટુકવાડા ગામ દાદરા નગર હવેલી મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના સંગમના સ્થાને હોય ત્યારે આ ગામના લોકો દિવાળીના દિવસે દેવી દેવતાઓનું પૂજન કરે છે તેમજ ચોમાસામાં થયેલા પાકમાંથી બનેવાલા ભોજનને દેવી દેવતાઓને અર્પણ કરે છે અને તેની ઉજવણી કરે છે.
આ ગામમાં આ રિવાજ વર્ષોથી ચાલી આવી રહ્યો છે. દિવાળીના દિવસે ગામના લોકો સાથે મળીને ભોજન કરે છે તેમજ ખાસ વાત એ છે કે ગામના લોકો થાળી તેમજ વાટકાની જગ્યાએ પાંદળામાં ભોજન જમે છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ રિવાજ પૂર્વજોથી ચાલી આવી છે. દિવાળીના તહેવારનું મહત્વ આ ગામમાં ખુબ જ વધારે હોય છે અને ગામના તમામ લોકો ત્યારે એક સાથે ભોજન કરે છે. સ્થનિક રહેવાસીઓ દિવાળીના દિવસે લોકલ નૃત્ય પણ કરે છે.