ચુડા સરાણિયા વિસ્તારમાં 1 માસથી પાણીનું વિતરણ નહીં થતાં સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મહિલાઓએ 1 કિ.મી દૂર સમ્પૂમાંથી પાણી ભરવા જવું પડતું હોવાની રાવ કરી છે. ટૂંક સમયમાં પાણીના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સરાણિયા વિસ્તારના લોકોએ. આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ચુડા શહેરની 22,000થી વધુ લોકોની પાણીની સમસ્યા દૂર કરવા માટે કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના પ્રયાસો થકી વાસ્મો યોજના હેઠળ 5 કરોડથી વધુના ખર્ચે સમ્પ, ટાંકી અને લાઈન નાખવાની કામગીરી બે એક માસથી શરૂ છે.
….થોડા દિવસ પહેલા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, સભ્યોએ પાણીની લાઈનના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ કરી હતી. બંધ બારણે બેઠક મળ્યા બાદ વિરોધ શાંત પડી ગયો અને પાણીની લાઈનનું કામ રાબેતા મુજબ ચાલુ થઈ ગયું હતું. પરંતુ ચુડા-છતરિયાળાના માર્ગે આવેલા સરાણિયા વિસ્તારમાં 1 માસથી પાણીનું વિતરણ નહીં થતાં સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મહિલાઓએ માથે બેડા ઉપાડી 1 કિમી દૂર સમ્પમાંથી પાણી ભરવા જવું પડતું હોવાની રાવ કરી છે. સરાણિયા વિસ્તારમાં પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભ્રષ્ટાચારની રાવ અને તપાસની માંગ ઉઠ્યા પછી એકાએક મામલો શાંત પડી ગયો અને લાઈન નાખવાનું કામ શરૂ થયું તેવી જ રીતે પાણીની સમસ્યાનો ઉકેલ આવી જાય તેવી સ્થાનિકોએ આશા વ્યક્ત કરી છે.