પાટણમાં પોલીસકર્મીઓએ બે યુવાનને માર મારતા ઠાકોર સમાજે એસ.પી કચેરી ખાતે રજૂઆત કરી પાટણ સિધ્ધપુર ચાર રસ્તા નજીકના સરદાર કોમ્પલેક્ષમાં એક ફેબ્રીકેશનના કારખાના પાસે ગાડી ઉભી રાખવા બાબતે એલસીબી પોલીસના કર્મચારીઓ સાથે થયેલ માથાકુટ મામલે વામૈયાના ઠાકોર સમાજના આગેવાનોએ રેલી કાઢી પાટણ જીલ્લા એસ . પી . કચેરી ખાતે એલસીબી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજુઆત કરી છે . સરસ્વતી તાલુકાના વામૈયા મુકામે રહેતા અને પાટણમાં સરદાર કોમ્પલેક્ષમાં આર્શીવાદ ફેબ્રીકેશનનો ધંધો કરતા બળવંતજી ઠાકોરના કારખાના પાસે એલસીબી પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીના ભાઇએ ગાડી ઉભી રાખી હતી . દરમ્યાન ફેબ્રીકેશનની દુકાનના બળવંતજી ઠાકોરે ગાડીને આગળ ઉભી રાખવાનું જણાવતા બન્ને વચ્ચે માથાકુટ થતાં ગાડીચાલકે એલસીબીમાં ફરજ બજાવતા તેમના ભાઇને ફોન કરીને બોલાવ્યો હતો . દરમ્યાન સીવીલ ડ્રેસમાં આવેલ કોન્સ્ટેબલે મારામારી કર્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે . આ મામલે એલસીબી પોલીસ કર્મચારી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે આજે વામૈયા ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો પાટણ એસ . પી . કચેરી ખાતે રજુઆત માટે આવ્યા હતા જેને ધ્યાને લઈ અધિકારીએ જણાવ્યું હતું કે , આ મામલે નિષ્પક્ષ તપાસ કરી કસુરવાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે . તેવી હૈયાધારણા આપી છે