ભરૂચ જિલ્લાના અંદાડા ગામ ખાતે મોગલ જયંતિ ની ભવ્ય ઉજવણી કરાય
માતાજીના મંદિરે હવન પૂજન સહિત મહા આરતી અને કેક કાપી માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી તેમજ રાત્રે 9:00 કલાકે લોક ડાયરા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોપાલ ગ્રુપ નવસારી દ્વારા લોક ગાયક વિરલ આહિર અને ઈશ્વર આહિરે લોકોને ખુબ મોજ કરાવી હતી અને હાસ્ય કલાકાર નરેશભાઈ આહિરે પણ લોકોને આ પવિત્ર દિવસે માતાજી વિશે માહિતગાર કર્યા હતા અને ભવ્ય રીતે માં મોગલ ની મોગલ જયંતી ઉજવણી કરાઈ હતી.
જેમાં મંદિરે રાસ ગરબા સહિત કેક કટીંગ મહા આરતી હવન પૂજન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તથા કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ ડાહ્યાભાઈ આહીર પણ ખાસ ઉપસ્થિત રહી સૌ આહીર ભાઈઓને મા મોગલ જયંતિ ની શુભેચ્છાઓ પાઠવી હતી તથા સમસ્ત વિશ્વ નું કલ્યાણ થાય એવી પ્રાર્થનાઓ પણ કરવામાં આવી હતી.
સમાજ દ્વારા પણ તથા સમસ્ત અંદાડા ગામના મોગલ પરિવાર દ્વારા પણ માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી કે સમાજના દરેક લોકોને સ્વસ્થ અને નિરોગી રાખે એવી પ્રાર્થનાઓ પણ કરવામાં આવી હતી