નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ઓલપાડ તાલુકા માં ‘સ્વચ્છ ભારત અભિયાન ૨.૦’નો પ્રારંભ કરવામાં આવ્યો
આરોગ્ય અને સફાઈ કર્મીઓ દ્વારા ઓલપાડ ના દિહેણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની સાફ સફાઈ સાથે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ
કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા ઓલપાડ તાલુકા ના દિહેણ ગામ ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સફાઈ અભિયાન હાથ ધરી ‘સ્વચ્છ ભારત અભિયાન ૨.૦’ની શરૂઆત કરવામાં આવી હતી. જ્યાં થી ૧૫ કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિક વેસ્ટ તથા મેડિકલ વેસ્ટ ને એકત્ર કરી તેનો નિકાલ કરાયો હતો.
દેશભર માં સ્વચ્છ ભારત અભિયાન ના ભાગરૂપે વિવિધ સરકારી વિભાગો તથા સ્વયં સેવી સંસ્થાઓ સ્વચ્છતા ઝુંબેશમાં યોગદાન આપી રહી છે, ત્યારે ઓલપાડ તાલુકા ના સફાઈ અભિયાન માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. હેમાક્ષી દેસાઈ, NYV મનોજ દેવીપુજક સહિત આરોગ્ય અને સફાઈ કર્મચારીઓ, ગ્રામ જનો અને નેહરુ યુવા કેન્દ્રના યુવક મંડળો, સખી મંડળો જોડાયા હતા.
નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ઓલપાડ તાલુકા માં ‘સ્વચ્છ ભારત અભિયાન ૨.૦’નો પ્રારંભ થયો