જુનાડીસા ખાતે પરમ પૂજ્ય શ્રી મિથિલા બિહારીદાસજીનું ગુરુ પૂજન અને ગંગા માની વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ રહ્યા ઉપસ્થિત..
ડીસા તાલુકાના જુનાડીસા ગામ એટલે ધર્મ નગરી તરીકે ઓળખાય છે જુના ડીસા ગામે હિન્દુ અને મુસ્લિમ સમાજનાં લોકો ભાઈચારાની ભાવના સાથે વર્ષોથી વસવાત કરી રહ્યા જ્યારે રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયાનું વતન છે અને જુના ડીસા ગામ દત્તક લીધેલ છે જ્યારે રાજ્યના ગુહ મંત્રી હર્ષ સધવીની કર્મભૂમિ પણ જુના ડીસા ગામ છે 10.000 વસતી ધરાવતા જુના ડીસા ગામ વિકાસનાં કામોને લઈને આગળ વધી રહ્યું છે ત્યારે આજે પ્રજાપતિ સમાજ દ્વારા અયોધ્યા રામ મંદિરના મંહંત શ્રીમિથિલા બિહારીદાસજીના વરદહસ્તે અનેક વિકાસના કામોના લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની અંદર ગુરુ પૂજન અને ગંગા માંની વાડી અને શ્રીમિથિલા બિહારીદાસજી માર્ગ ખુલ્લો મુકવામાં આવ્યો હતો સાથે સાથે પ્રજાપતિ સમાજના આજુબાજુ ગામના તમામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્ય સભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયાના માદરે વતન ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની અંદર જિલ્લા સાંસદ સભ્ય પરબતભાઈ પટેલ રાજ્ય શિક્ષણમંત્રી કીર્તિસિંહજી વાઘેલા ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર. ડો. રાજુલબેન દેસાઈ
ભારત સરકાર પૂર્વ મહિલા આયોગ સદસ્ય, દિલ્હી .હિન્દુ સમાજના પ્રમુખ દિલીપભાઈ બારોટ મુસ્લિમ સમાજના પ્રમુખ મહંમદ ભાઈ મંડોરી અને જુનાડીસાના તમામ હિન્દુ સમાજના અને મુસ્લિમ સમાજના આગ્રણીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા