ગિરનાર પર્વત પર વીજ પુરવઠો સપ્લાય કરવામાં આવતી અનેક સમસ્યાઓને લીધે સાધુ-સંતો અને ભાવિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અવારનવાર લાઈટની સમસ્યા સર્જાય છે ત્યારે pgvcl ના એમડી આવતીકાલે તારીખ 9 ના ગિરનાર પર્વતની મુલાકાત લેશે જેને સાધુ-સંતો વીજ સમસ્યા અંગે રજૂઆત કરશે લાખો પ્રવાસીઓની અવરજવર છે તેવા ટુરીઝમ પોઈન્ટ ગણાતા ગીરનાર પર્વત પર અવારનવાર થતી વીજળીની સમસ્યાને લઈ અંધારપટ જેવી સ્થિતિ ઊભી થાય છે ફોલ્ટને લઈ ગીનાર પર આવેલા મંદિરોમાં પણ અંધાર પટની સ્થિતિ ઉભી થાય છે જેનો સંતો અને ભાવિકોને ભોગ બનવું પડે છે આ ઉપરાંત પગથિયાં ચડી જતા ભાવિકોને પણ સર્જાતા અંધારપટને લઈ ચડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે પીજીવીસીએલ ના એમડી વરૂણકુમાર જૂનાગઢની મુલાકાતે આવ્યા છે આવતીકાલે તારીખ 9 ના તેઓ ગિરનાર પર્વત પર જશે ગિરનાર પર લો વોલ્ટેજ અવારનવાર વીજ ધાંધિયા અંગે સાધુ સંતો એમડી ને રજૂઆત કરશે આમ ગિરનાર પર વીજ સમસ્યા માથાનો દુખાવો બને છે તેવા સમયે પીજીવીસીએલના એમડી ગીરનાર પર્વત પર આવતા સાધુ-સંતો તેને રજૂઆત કરી પ્રશ્નના નિરાકરણ ને માંગ કરશે