પાટણ જીલ્લાના રાધનપુર માં ઇદે મિલાદુન્નબીનો ત્યોહાર ભવ્ય જુલુસ ની સાથે ઉજવવામાં આવ્યો મુસ્લિમ સમાજ ના ત્યોહાર ઇદે મિલાદુન્નબી માં અનેક શહેરો માં જુલુસ કાઢવામાં આવે છે ત્યારે રાધનપુર માં પણ આ ત્યોહાર ને લઈ ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો હતો જેમાં ઉંટ લારીઓ, ટ્રેકટરો તેમજ એવા નાના મોટા સાધનો માં નાના બાળકો એ બેસી આનંદ માણ્યો હતો આ જુલુસ મીરાંદરવાજા થી મંડાઇ ચોક, કાજીવાસ, અન્સારી પીર ની દર્ગા, રાજગઢી, ઘાસિયાવાસ રૂટ માં ફરી મીરાં દરવાજા પૂરું થયું હતું આ જુલુસ માં રૂટમાં આવતા વિસ્તારના લોકો દ્વારા જગ્યા જગ્યાએ સારી એવી નિયાઝ ની વ્યવસ્થા કરી હતી જ્યારે રાધનપુર ના ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ, શહેર પ્રમુખ ડૉ. ઝુલા સાહેબ, ન. પા. પ્રમુખ કાનજી ભાઈ પરમાર, કોર્પોરેટર તેમજ કોંગ્રસ ના કાર્યકરો દ્વારા જુલુસ નું સ્વાગત કરવામાં આવ્યું હતું જુલસ માં રાધનપુર પોલીસ દ્વારા પણ ખડેપગે રહી તેમની એવી ફરજ અદા કરી હતી ત્યારે જુલુસ ના વહીવટ કર્તાઓ દ્વારા પોલીસ દ્વારા આપેલ સેવા ને પણ બિરદાવવા માં આવી હતી