સુરેન્દ્રનગર શહેરના હેન્ડલુમ રોડ પર પાણીની લાઇનો લીકેજ થતા પાણીની રેલમછેલ થતી હતી.આથી આખા રોડ પર પાણી ભરાઇ જતા વાહન ચાલકોને હાલાકીનો અવારનવાર લીકેજથી પાણી બગાડ થતો હતો. ત્યારે પાલિકા દ્વારા લાઇન રીપેરીંગ કામ હાથ ધરાયુ હતુ.
….સુરેન્દ્રનગર શહેરમાં નવી પાણીની લાઇનો ઠેરઠેર તુટવાના કે લીકેજ થવાની સમસ્યાઓ વકરી રહી હોવાની બુમરાડો ઉઠી છે.ત્યારે શહેરના હાર્દ સમાન વિસ્તાર એવા હેન્ડલુમ વિસ્તારમાં પાણીની લાઇનો લીકેજ થઇ હતી.આ રસ્તાપરથી વહેતા પાણીનો રેલો ફરી વળ્યો હતો.આથી બિસ્માર રસ્તાના ખાડાઓમાં પાણી ભરાઇ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ અવારનવાર પાણીની લાઇનો લીકેજ થવાના કારણે પાણી ભરાવાની સમસ્યા રહે છે. જ્યારે પાણીની લાઇનો યોગ્ય રીપેર ન થતા પુરતા લીકેજમાં પાણી વહી જતા પુરતા ફોર્સથી પાણી ન આવતુ હોવાની સમસ્યા અને વાહનચાલકને અકસ્માતનો ભય રહેતો હોવાના સમાચાર પ્રકાશીત કરાયા હતા.ત્યારે પાલિકા દ્વારા રીપેરીંગ કામગીરી હાથ ધરતા લોકોને સમસ્યામાંથી મુક્તી મળશે તેવી આશા જાગી હતી. આમ પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક રીપેરીંગ કામ હાથ ધરવામાં આવતા લોકોએ આ કામગીરીને બિરદાવી હતી.