પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના તા. ૧૯મીના રાજકોટના કાર્યક્રમને સફળ બનાવવા એક ટીમ તરીકે કામ કરવા રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીની અપીલ વડાપ્રધાનના કાર્યક્રમ અંગે એકસોથી વધુ સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક સંગઠનો સાથે બેઠક યોજાઇ પ્રધાનમંત્રીને આવકારવા એરપોર્ટ થી રેસકોર્સ સભાસ્થળ સુધી ભવ્ય રોડ-શોનું આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના તા. ૧૯મી ઓક્ટોબરના રાજકોટના કાર્યક્રમ અન્વયે રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. આજની આ બેઠકમાં વિવિધ એકસોથી વધુ સંગઠનો સાથે પ્રધાનમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌએ ખભેખભા મીલાવી એક ટીમ તરીકે કામ કરવા મંત્રી રૈયાણીએ અપીલ કરી હતી. આજનીઆ બેઠકમાં મેયર પ્રદીપભાઇ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, કમલેશ મિરાણી, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી વગેરે આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમનું સુંદર આયોજન થાય તે માટે ઘનિષ્ઠ વિચાર વિમર્શ કર્યો હતો. આજની બેઠકમાં જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે એરપોર્ટથી રેસકોર્સના સભા સ્થળ સુધી રોડ-શો પણ યોજવાનું આયોજન છે. રાજકોટ શહેર અને જિલ્લાના વિવિધ લોકાર્પણો અને ખાતમુહૂર્તના કામો પ્રધાનમંત્રીના વરદ હસ્તે કરવામાં આવશે. વડાપ્રધાનના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો સહભાગી બને અને એક યાદગીરી રૂપ ભવ્ય કાર્યક્રમ યોજાઈ તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.