પુરુષ હોકીમાં ઉત્તર પ્રદેશ ફાઇનલમાં – બપોરે હરિયાણા અને કર્ણાટક વચ્ચે સેમી ફાઈનલ શૂટઆઉટમાં ૦૩-૦૨ સ્કોર સાથે ઉત્તર પ્રદેશ કુલ ૦૪-૦૩ ગોલથી વિજેતા મહિલા હોકીમાં હરિયાણા અને પંજાબ વચ્ચે ”ગોલ્ડ” માટે ૧૧ મી એ ફાઈનલ જંગ આજરોજ પુરુષ હોકી મેચમાં પ્રથમ સેમી ફાઇનલમાં ઉત્તર પ્રદેશ ટીમ પેનલ્ટી શૂટઆઉટમાં મહારાષ્ટ્રને હરાવી ફાઇનલમાં પ્રવેશી ચુકી છે. ઉત્તર પ્રદેશની ટીમે જોરદાર અટેક સાથે રમત શરુ કરતા ૩૭ મિનિટમાં ત્રણ ગોલના જવાબમાં મહારાષ્ટ્રની ટીમે વળતો પ્રહાર કરી ૪૦ થી ૫૫ મિનિટની રમત દરમ્યાન ૦૩ ગોલ કરી ૦૩-૦૩ ગોલ સાથે બરોબરી કરી મેચ ટાઈ તરફ લઈ જવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ પેનલ્ટી શૂટઆઉટ રમવામાં આવી હતી. જેમાં ઉત્તર પ્રદેશ એક ગોલથી આગળ નીકળી ૦૩-૦૨ ગોલ સાથે કુલ ૦૪-૦૩ ગોલથી વિજેતા બની હતી. બપોરે ૦૩:૩૦ કલાકે હરિયાણા અને કર્ણાટક વચ્ચે સેમી ફાઈનલ મેચ રમાશે ગત રોજ રમાયેલી મહિલા હોકીની સેમી ફાઇનલમાં પ્રથમ મેચમા હરિયાણા ૦૫-૦૨ ગોલ સાથે ફાઇનલમાં પહોંચ્યું છે. જયારે બીજો મેચ મધ્યપ્રદેશ અને પંજાબ વચ્ચે રમાયેલો. જેમાં પંજાબ ટીમે ૦૨-૦૧ ગોલ સાથે મધ્યપ્રદેશને પરાસ્ત કરી ફાઈનલ મેચમાં પ્રવેશ નિશ્ચિત કર્યો હતો. ૧૧ મી ઓક્ટોબરના રોજ હરિયાણા અને પંજાબ વચ્ચે ફાઈનલ મેચ રમાશે.