17.9 C
Kadi
Wednesday, November 30, 2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજકોટ જિલ્લાની નવી મતદાર યાદી પ્રસિદ્ધ 


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ જિલ્લા વહીવટ તંત્ર પણ ચૂંટણી માટે આખરી ઓપ આપી રહી છે. રાજકોટ જિલ્લા સહીત રાજ્યની કુલ 182 વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર માસમાં યોજવાની શક્યતા છે ત્યારે આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં કુલ 23 લાખ મતદારોના નામ નોંધવામાં આવ્યા છે. આગામી ચૂંટણીમાં મતદાન કરી શકશે. 

આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા પણ તૈયારી શરુ કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણા મહિનાઓથી નવા મતદારો ઉમેરવાની, મૃતકોના નામ કમી કરવાની તેમજ સરનામાં ફેરવવાની કામગીરી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચાલી રહી હતી. આ કામગીરી પૂર્ણ થઇ ગયા બાદ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મતદારી યાદી પ્રસિદ્ધ કરતા જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદારોના જરૂરી સુધારા કરીને નવી મતદારોની પ્રસિદ્ધ યાદી કરવામાં આવી છે. 

રાજકોટ જિલ્લાની પ્રસિદ્ધ મતદારોની યાદીમાં જિલ્લામાં કુલ 2305601 મતદારો નોંધાયા હતા. નવા મતદારો 27881 ઉમેરાયા હતા. આ ઉપરાંત જિલ્લામાં 2352 મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. આ વર્ષે 18 થી 19 વર્ષના 15086 મતદારો તેમજ 20 થી 29 વર્ષના 10978 મતદારોના નામ ઉમેરવામાં આવ્યા હતા.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!