જૂનાગઢમાં આજે બપોર બાદ થોડી વાર માટે ધોધમાર વરસાદ થયો હતો જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર તો પાણી ભરાયા હતા પણ શહેરના જોશી પર આ વિસ્તારમાં આવેલા ઓઘડ નગરમાં લોકોના ઘરોમાં વોકડાના પાણી ઘૂસી ગયા હતા. આ અંગે ઓઘડ નગરમાં રહેતા ભાવેશભાઈ ધોરાજીયાએ જણાવ્યું હતું કે અમે વર્ષોથી આ સ્થળે રહીએ છીએ અત્યાર સુધીમાં ક્યારેય પાણી અમારા ઘરમાં આવ્યું નથી પરંતુ બિલ્ડરોએ બાજુમાં નીકળતા રોકડા પર દબાણ કરી પાઇપ નાખ્યા છે જેના કારણે પાણી આસપાસના આઠથી દસ ઘરોમાં ઘૂસી ગયું હતું. આ અંગે સ્થાનિક લોકોએ વિસ્તારના નગરસેવક અને મહાનગરપાલિકાને અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ મનપાના અધિકારીઓ આવીને જતા રહે છે બાદમાં કોઈ કાર્યવાહી થતી નથી આથી મનપાના અધિકારીઓ અને બિલ્ડરોની મિલી ભગતના કારણે દબાણ થાય છે અને તેનો ભોગ અનેક સામાન્ય લોકોએ બનવું પડે છે ભવિષ્યમાં હવે વરસાદી પાણી લોકોના ઘરોમાં ન ઘૂસે એ માટે દબાણ ખુલ્લા કરવામાં આવે લોકોની એવી માંગ ઉઠી છે આ અંગે નગર સેવકોને અનેકવાર ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન આપતા ન હોવાની સ્થાનિક લોકોએ ફરિયાદ કરી છે