પાટણ તાલુકાના કુડેર ગામે બાળા બહુચર માતાજી નો 18 મો ભવ્ય પાટોત્સવ યોજાયો શરદપૂર્ણિમાના પાવન પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં 5 લાખના ખર્ચે ઉપાસના ખંડ , તેમજ 40 લાખ ના ખર્ચે રાહી ગૌ શાળા તેમજ 25 લાખ ના ખર્ચે બનાવેલ ભોજનાલય ને ખુલ્લું મૂકવા માં આવેલ સાથે સાથે આનંદ ના ગરબા નું આયોજન માં 25 થી વધુ મંડળો એ માં આનંદ ના ગરબા ની રમજટ બોલાવી હતી . ગૌ શાળા માં અસક્ત ગાયો ની શ્રુશુશા તેમજ શાર સંભાળ રાખવા માં આવશે માં ની આરાધના માટે ઉપાસના ખંડ બનાવવા માં આવ્યો છે પાટણ પંથક માંથી દર્શનાર્થીઓ દર્શન માટે આવ્યા હતા બાળા બહુચર મંદિર ના ટ્રસ્ટી ઇન્દિરા બા હિંમતસિંહ રાજપૂત પરિવાર બરોડા ને સમગ્ર ધાર્મિક કાર્યક્રમ નો લાભ મળ્યો હતો મંદિર ના સેવર્થીઓ માં મયુરભાઈ પંડ્યા , કિરીટભાઈ રાવલ , શંકરભાઈ મહારાજ બહુચર મંદિર બહુચરાજી , રમેશભાઈ રાજપૂત શિક્ષક , સુરેન્દ્રસિંહ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી