પાટણ શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી વાસદના ધારાસભ્ય પર થયેલા હુમલા મામલે આરોપીને ઝડપી પાડવાની માગ કરાઈ વાંસદાના કૉંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર શનિવારે રાત્રે નવસારી જિલ્લાના ખેરગામમાં કેટલાક અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો . તેના વિરોધમાં સોમાવરે પાટણ શહેર કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા . જે બાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું . હુમલા ખોર વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી . મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે , વાસદાના ધારાસભ્ય અનંત પટેલને ન્યાય મળે તે માટે અમે તેની સાથે જ છીએ . તેમજ આરોપી સામે હત્યાની કોશિશનો ગુનો નોંધવા માંગ કરી હતી પાટણ શહેર કોગ્રેસના કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ,પાટણ જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર , પાટણ શહેર પ્રમુખ ભરત ભાટિયા , અશ્વિન પટેલ , સહિત કોગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા વાસદના ધારાસભ્ય પર થયેલા હુમલા મામલે આરોપીને ઝડપી પાડવાની માગ કરાઈ પાટણ કોંગ્રેસ ધ્વરા