પાટણમાં વામૈયાના બે ભાઈઓને પોલીસ કર્મીઓએ ખોટી રીતે ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ સાથે એસ.પી ને રજુઆત પાટણ શહેરના સરદાર કોમ્પલેક્ષમાં ગાડી પાર્ક કરવાની નજીવી બાબતે ફેબ્રીકેશનની દુકાન ધરાવતા વામૈયા ગામના બે ભાઈઓને પાટણની એલસીબી પોલીસે ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો . જે મામલે ત્રણ દિવસ વિતવા છતાં પણ કઈ કાર્યવાહી ન થતા ડેર ગામના આગેવાન મંગાજી પનાજી ઠાકોર સહિતના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહીની માગ સાથે અનશન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી . કાયદેસરની કાર્યવાહી કરાવા માંગ કરાઈ હતી આ મામલે બે દિવસ પહેલા ડેર ગામના આગેવાન મંગાજી પનાજી ઠાકોર સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ કરી હતી પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલે ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપી યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી . પરંતુ આ વાતને આજે ત્રણ દિવસનો સમય વિતવા છતાં એલસીબી પોલીસ દ્વારા માર મારનારા એક પણ પોલીસ કર્મચારી સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી . તેથી સોમવારના રોજ ફરીથી ડેર ગામના આગેવાન મંગાજી પનાજી ઠાકોર સહિતના આગેવાનો , કાર્યકરોએ ધારપુરમાં સારવાર લઈ રહેલા વામૈયા ગામના બન્ને ભાઈઓની ખબર પૂછી જિલ્લા પોલીસ વડાને સંબોધી ચીમકી આપી હતી