કોરોનાના કારણે બે વર્ષ બાદ જૂનાગઢ પરિક્રમા યોજા નાર છે ત્યારે પરિક્રમામાં આવતા યાત્રીકો જંગલમાં પ્લાસ્ટિક લઈને ન જાય અને પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત બને તે માટે પ્રકૃતિ મિત્રો દ્વારા લોકોને પ્લાસ્ટિક ન લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ગિરનાર પરિક્રમા બંધ હતી અગાઉ પરિક્રમા દરમિયાન ગિરનાર જંગલમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ન થાય તે માટે પ્રોફેસર ડોક્ટર ચિરાગ બેન ગોસાઈ અને બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થી ઓ પ્રકૃતિ મિત્રો બની પરિક્રમાનના પ્રવેશ દ્વાર પર યાત્રિક પાસેથી પ્લાસ્ટિકની થેલી લઈ તેઓને દાતાઓના સહકારથી કપડા ની થેલી આપતા હતા. બે વર્ષ બાદ આ વર્ષે યોજનાર પરિક્રમા ના લાખો લોકો ઉમટી પડે એવો અંદાજ છે ત્યારે પરિક્રમામાં આવતા યાત્રિકો પ્લાસ્ટિક મુક્ત બને એ માટે પ્લાસ્ટિક સાથે લઈ રૂટ પર ન જાય તેમ જરૂરી છે ગિરનાર પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત બને તે માટે પ્રકૃતિ મિત્રો દ્વારા આગામી દિવસોમાં જાગૃતિ ઝુંબેશ કરવામાં આવશે આમ જૂનાગઢના કોલેજીયન યુવક યુવતીઓ દ્વારા પ્રકૃતિના રક્ષણ માટે કરવામાં આવશે જાગૃતિ અભિયાન