23.9 C
Kadi
Monday, March 27, 2023

ગાંધીનગર શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાઢ ધૂમ્મસ છવાયું : નજીકના અંતરેથી પણ કોઈપણ વસ્તુ ના દેખાય તેવું ગાઢ ધૂમ્મસ જોવા મળ્યું


શહેરમાં ચારે તરફ ધૂમ્મસ છવાતા વાહન ચાલકોને લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી સમગ્ર રાજ્યમાં વાદળછાયા વાતવારણ વચ્ચે આજે વહેલી સવારથી જ અમદાવાદ-ગાંધીનગર સહિત આસપાસના અનેક જિલ્લાઓમાં ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી છે. શિયાળો અને વરસાદી ઠંડી સાથે ધુમ્મસની ચાદરથી આ વિસ્તારો જાણે હિલ સ્ટેશન હોય તેવું આલ્હાદક વાતાવરણ સર્જાયું હતું તો બીજી તરફ ધુમ્મસના કારણે વિઝિબિલટીમાં ઘટાડો થતા વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.ગાંધીનગરમાં વહેલી સવારમાં જ ઝાકળવર્ષાને કારણે શિયાળાએ અસલી મિજાજ દેખાડ્‌યા હતો. નજીકની વસ્તુ ના દેખાય તેવું ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતુ. વિઝિબિલિટી ડાઉન થવાને કારણે નાના-મોટા તમામ વાહનોએ હેડ લાઇટ ચાલુ રાખવી પડી હતી. જેમાં ગાંધીનગર જિલ્લામાં વાતાવરણ આખો દિવસ વાદળછાયું ર્યું વાતાવરણ જોવા મળ્યું હતું જેમાં સવારે નદી કીનારે પર હિલ સ્ટેશન પર હોય તેવું ગાઢ ધૂમમ્સ છવાયું હતું. શહેરના મુખ્ય રસ્તાઓ પર ચારે તરફ ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળતા આહલાદક નજારો જોવા મળ્યો હતો, પણ વાહનચાલકોને થોડેક અંશે મુશ્કેલીમાં મુકાયા હતા. કારણ કે ધુમમ્સ એટલું ગાઢ હતું કે નજીકના અંતરેથી પણ કોઇપણ વસ્તુઓ દેખાતી ન હતી અને વાહન ચાલકોને ફરજીયાત પણે લાઈટો ચાલુ રાખીને ધીમે ધીમે પસાર થવું પડ્યું હતું.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!