વૉકલ ફોર લોકલ-દિવાળી માં ચાઈનીઝ દીવડાને ટક્કર આપવા ભરૂચના બજારોમાં માટી ના દીવડા એ પકડ જમાવી
પ્રકાશ નું પર્વ દિવાળીના પર્વ ને માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે,ત્યારે દિવાળી ના તહેવારો માં ઘરોને રોશની થી ઝગમગતું કરવા હવે ચાઈનીઝ લાઈટો અને દીવડા ને ટક્કર આપવા માટે હાથ બનાવટ ના માટીના દીવડા એ જમાવટ કરી છે,ખાસ કરી ભરૂચ ના બજારોમાં અત્યાર થી જ માટી માંથી બનેલ હાથ બનાવટ ના દિવડા વેચાણ માટે શહેર ના માર્ગો ઉપર ઠેરઠેર જોવા મળી રહ્યા છે,
મહત્ત્વ નું છે કે ભરૂચ જિલ્લાના આમોદ ખાતે ની સભા માં પી.એક મોદીએ પણ આ દિવાળીએ વૉકલ ફોર લોકલ ની વાત ને પ્રોત્સાહન પૂરું પાડવા સાથે ગરીબ પરિવારો પાસે થી ચાઈનીઝ વસ્તીઓને જાકારો આપી ખરીદી કરવા આહવાન કર્યું હતું, ભરૂચ માં પણ વર્ષો થી નર્મદા નદી ના કાંઠા વિસ્તારમાં આવેલ બરેલી ખો પાસેના કુંભાર વાડ વિસ્તારમાં ચરકા ઉપર માટી નું લીપણ કરી હાથ બનાવટ ના દીવડા બનાવવામાં આવે છે,પેઢીઓ થી ચાલતા આ વ્યવસાય માં મોટા ભાગ ના કારીગરો અત્યારે સ્વર્ગવાસ થયા છે તો વર્તમાન પેઢી આ વ્યવસાય માં પડવા માંગતી નથી,તેવામાં માંડ એક બે સ્થાને આ વ્યવસાય હાલ પણ ચાલી રહ્યો છે અને દિવાળી ના તહેવારો માં શહેરી જનો માટી ના દીવડા નું ઉપયોગ કરી પ્રકાશ ના પર્વ ને પણ વૉકલ ફોર લોકલ ને સમર્થન આપી ઉજવે તેવી આશ હાલ આ માટીના દીવડા વેચાણ કરતા વેપારીઓ રાખી રહ્યા છે,
અત્રે ઉલ્લેખનીય છે કે વધતી જતી મોંઘવારી સામે હાલ માર્કેટ માં જોઈએ તેવી દિવાળી ની ખરીદી નો માહોલ જામ્યો નથીઃજોકે જેમ જેમ તહેવારો ના દિવસો નજીક આવશે તેમ તેમ ગરાકી વધશે તેવી આશ હાલ વેપારી વર્ગ સેવી બેઠો છે,આગામી તહેવારોને લઇ ફટાકડા,કપડાં,સૂઝ,મીઠાઈ,દ્રાઈ ફ્રૂટ,ગિફ્ટ ને લગતા સામાન વિગેરે વસ્તુઓ નો હાલ માં જે તે વેપારીઓએ ફૂલ સ્ટોક કરી લીધો છે,અને આવનાર તહેવાર માં વેપાર ધંધો સારો જાય તેવી અપેક્ષાઓ રાખી માર્કેટ ક્યારે ખુલે છે તે દિવસોની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે,