વાહનો થી લઈ કમર ભાંગી નાખે એટલા મોટા ભરૂચમાં ખાડા છતાં ચૂંટાયેલા પ્રિતનિધિઓ અને પાલિકા નું મૌન
ભરૂચ શહેરમાં વરસાદી માહોલ બાદ તો જાણે કે ઠેરઠેર ખાડા નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે,કોઈ ક વોર્ડ ના મુખ્ય માર્ગો પર મસ મોટા ખાડા તો કોઈ ક વોર્ડ ના અંતરિયાળ સોસાયટીમાં જતા માર્ગો પર ખાડા,રસ્તાનું ધોવાણ થયા બાદ તો જાણે કે જે તે વિસ્તારોમાં વાહનો લઈને જઈએ તો વાહનો તૂટવા સાથે કમર ના મરકા તૂટવા જેવી સ્થિતિ જોવા મળી રહી છે,છેલ્લા કેટલાક દિવસ થી પેચ વર્ક કરવાની કામગીરી પાલીકા નું તંત્ર કરતું નજરે પડ્યું હતું,પરન્તુ હજુ તેમા પણ ઢીલાશ દાખવામાં આવતી હોય તેમ દેખાઇ રહ્યું છે,
ભરૂચ શહેરમાં આવેલ નગર પાલિકા વિસ્તાર માં ૪૪ જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મુખ્ય અધિકારી સહિત ના અધિકારી કર્મચારીઓથી ધમધમતી નગર પાલિકા ભરૂચ ના સ્ટેશન થી પાંચબત્તી અને બાયપાસ ચોકડી સુધીના મુખ્ય માર્ગ પરના ખાડા પુરવામાં આળસ અનુભવતી હોય તેમ લાગી રહ્યું છે,બાયપાસ ચોકડી,મહંમદ પુરા,આલી ઢાળ અને પાંચ બત્તી આસપાસ ના મુખ્ય માર્ગો પર પડેલા ખાડા નું મેજર ટેપ થી માપ લેવાય શકે તેવી સ્થિતિ નું સર્જન વર્તમાન માં જોવા મળી રહ્યું છે,
આ તો વાત થઇ મુખ્ય માર્ગો ની પરંતુ શહેર ના કેટલાય વોર્ડ ના અંતરિયાળ રસ્તાઓ પણ વરસાદી માહોલ જામ્યા બાદ આજે તકલાદી બનતા જઈ રહ્યા છે,રસ્તા પર પડેલા ખાડા ને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ખાબોચિયાઓ થી બચી બચી ને પસાર થવું પડતી હોવાની બુમો ઉઠી રહી છે, તેવામાં નિદ્રા માં રહેલ પાલિકા વિભાગ ના અધિકારીઓ અને કર્મીઓ વહેલી તકે આ પ્રકારના ગણતરીના વિસ્તારોનું સર્વે કરી ત્યાં રસ્તા રીપેરીંગ કાર્યને વેગવંતું બનાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે,