27.9 C
Kadi
Thursday, December 1, 2022

 પોરબંદરના સીમર ખાતે આવેલ શ્રી શારદા વિદ્યામંદિર હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવવાની સાથે મતદારોમા મતદાન જાગૃતિ અભિયાન


 પોરબંદરના સીમર ખાતે આવેલ શ્રી શારદા વિદ્યામંદિર હાઇસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવવાની સાથે મતદારોમા મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મહત્તમ લોકો મતદાન કરે, કોઈ મતદાર છૂટી ન જાય તે માટે પ્રેરણા અને માર્ગદર્શન માટે શાળાના આચાર્ય અને નોડલ અધિકારી ધવલભાઈ ખુંટીના માર્ગદર્શનમાં મતદાર સાક્ષરતા ક્લબ સીમર દ્વારા મતદાન જાગૃતિ સંદેશો અને માહિતી પ્રદાન કરતી મોટી રંગોળી કરી  અંદાજે ૫૦૦ જેટલા દીવડા સજાવી અને દીપોત્સવ દ્વારા મતદાન જાગૃતિનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરાયો હતો.

દીપોત્સવ દ્વારા જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાય છે.  પ્રકાશ તેજ લાવે છે અને અંધકારને દૂર કરે છે.  ઘીના દીવામાંથી નીકળતો પ્રકાશ જેમ અંધકાર અને અજ્ઞાનને દૂર કરે છે તેમ સકારાત્મકતાના ભાવ સાથે કરેલ દીવાને કારણે મતદારોમાં મતદાન જાગૃતિના શુભ ભાવ સાથે આ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 

 આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના ભુમિકાબેન, વર્ષાબેન અને હીરાબેને અને શાળાની વિદ્યાર્થીનીઓ સહિત સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

        તે ઉપરાંત એન.એસ.એસ. અને નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકોએ સહયોગ આપ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરના માર્ગદર્શનમાં સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ આ મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. મતદાન જાગૃતિ અભિયાન આધારિત આ દીપોત્સવને જિલ્લા ચૂંટણી અધિકારી ,જિલ્લા શિક્ષણ અધિકારી, ટ્રસ્ટી વી.ડી. કારાવદરા સહિત ટ્રસ્ટીગણે બિરદાવીને વિદ્યાર્થીઓ અને શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!