25.9 C
Kadi
Thursday, March 30, 2023

જીએમસી ઇન્ટરનેશનલ સ્કૂલ ને અભૂતપૂર્વ આયોજન બદલ મળી રહ્યું છે અભિનંદન 


જીએમસી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ભવ્ય નવરાત્રી ઉત્સવ અને નેતૃત્વ દિવસનું આયોજન. 
 સ્કૂલ ને અભૂતપૂર્વ આયોજન બદલ મળી રહ્યું છે અભિનંદન 

દર વર્ષે જીએમસી શાળા નવરાત્રી ઉત્સવ અને નેતૃત્વ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરે છે. આ વર્ષે પણ બાળકો માટે ન્યૂ પ્રીફેક્ટ ટીમ ને બેજ આપવાનો સમારોહ અને નવરાત્રિની ની ઉજવણી કરવાની તક આપવા માટે શાળા દ્વારા એક અદ્ભુત અને ભવ્ય  ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં એક વિશેષ એન્ટ્રી ગેટ , સેલ્ફી પોઇન્ટ , વિશેષ સજાવટ , ખાસ સ્ટેજ, બેઠક માટે વિશેષ સેકશન અને એમાં જોવા માટે બે એલ ઈ ડી જેવી વ્યવસ્થા કરવા માં આવી હતી. ઉજવણીના પ્રથમ ભાગ દરમિયાન બાળકો દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નવા ચૂંટાયેલા વિદ્યાર્થી પરિષદ ના સભ્યો ને બેજથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓને પ્રીફેક્ટ બનવા બદલ બેઝ આપવામાં આવ્યા હતા.

આ પ્રિફેક્ટ ટીમે જુનિયર સેક્શન ના સ્કૂલ બેન્ડ દ્વારા વગાડવામાં આવેલ ધૂન પર પોતાના ઔપચારિક ગણવેશમાં માર્ચ પાસ્ટ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નવા ચૂંટાયેલા વિદ્યાર્થી પરિષદ ના સભ્યો જેમાં હેડબોય, હેડ ગર્લ અને હાઉસ પ્રિફેક્ટ સામેલ હતા એમને મુખ્ય મહેમાન પોરબંદર એસ પી રવી મોહન સૈની સાહેબ વતી ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેલ ડીવાયએસપી પોરબંદરના  ઋતુરાબા અને અતિથિ વિશેષ  આદરણીય  વિમલજીભાઈ ઓડેદરા ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ, નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી એસોસિયેશન યુકે ના પ્રમુખ અને જીએમસી સ્કૂલના અધ્યક્ષ દ્વારા  બેઝ અને સેસ આપવામા આવ્યા હતા. અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો માં મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ  સાજણભાઇ ઓડેદરા, નવગણભાઈ મોઢવાડીયા, નવગણભાઇ એલ. મોઢવાડીયા , ટ્રસ્ટી  જયેન્દ્ર ભાઇ ખુંટી, દેવાભાઈ ભૂતિયા, એડિશનલ કલેક્ટર  રેખાબા સરવૈયા, સિનિયર ડોક્ટર  સુરેશ ગાંધી, પૂર્વ સીએમઓ ડો.  ભરત ભાઇ ગઢવી, જેસીઆઇના ફાઉનડર  લાખનશીભાઇ ગોરાણીયા, લોહાણા મહાજન સમાજના સેક્રેટરી રાજુભાઈ લાખાણી, આગાખાન ફાઉનડેશનના નીમિશા લાખાણી ,  શીતલ લાખાણી લાયન્સ ક્લબના સેક્રેટરી નિધીબેન મોઢવાડીયા,  મંજુબેન વિસાણા, લોહાણા અગ્રણી  હિરલભાઈ લાખાણી, રોટરી ક્લબ ના ઉપપ્રમુખ  અનિલ માંડલિયા, સેક્રેટરી  તુષાર લાખાણી, પૂર્વ પ્રમુખ  કેતન પારેખ, પૂર્વ પ્રમુખ  રોહિત લાખાણી, આસિસ્ટન્ટ ગવર્નર  અનિલભાઈ સિંઘવી, રઘુવંશી ગ્રુપ પ્રમુખ અને રોટરી પૂર્વ પ્રમુખ  અશ્વિનભાઈ સવજાની, પૂર્વ સેક્રેટરી રોટરી કપિલભાઈ કોટેચા, ગોઢાણીયા કૉલેજના પ્રિન્સીપલ સંજય અગલ, ગોઢાણીયા સ્કૂલના પ્રિન્સીપાલ  ભાવનાબેન અટારા, સુરુચિ સ્કૂલ ના ડિરેક્ટર  કેયૂરભાઇ જોશી , સુરુચિ સ્કૂલના પ્રિન્સીપાલ સિંધુબેન વ્યાસ, લાયન્સ ક્લબના પૂર્વ પ્રમુખ  પંકજભાઈ ચંદારાણા, લાયન્સ ક્લબના  દેવાંગભાઈ હિંડોચા,  કિશન મલકાણ, પોરબંદર કન્સરવેટરી ના પ્રેસિડેન્ટ  નીશાંતભાઈ બઢ, લાયન્સ ક્લબ ના પૂર્વ સેક્રેટરી  કેતનભાઈ હિંડોચા, અન્ય રોટરી સભ્યો માં  જયેશ ભટ્ટ, પરાગ માંડવીયા,  જીતેનભાઇ ગાંધી, ડો.  પરાગ મજીઠીયા , પ્રણય રાવલ,  ઋષભ વારીયા અને અન્ય મહેમાનોએ હાજર રહી ને બાળકો ને પ્રોત્સાહિત કરેલ હતું. 

વિદ્યાર્થિઓના સન્માન બાદ જીએમસી સ્કૂલ દ્વારા શાળાની શરૂઆતથી શાળા માં કાર્યરત્ જુના શિક્ષકો અને સપોર્ટ સ્ટાફ ના સભ્યો ને સર્ટિફિકેટ અને ગીફ્ટ આપી બિરદાવ્યા હતા. 

આ સન્માન સમારોહ બાદ નવરાત્રિની ઉજવણીનું એક ઝળહળતું સાંસ્કૃતિક પ્રદર્શન કરવા માં આવ્યું હતું જ્યાં જીએમસી શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને મહેમાનો ગરબા રમ્યા હતા અને મોડી રાત સુધી ગરબાની ધૂન પર નાચ્યા હતા. કાર્યક્રમ ના અંત માં વિજેતાઓ ને જજ તરીકે આવેલ   કુંજન જોગીયા ,  નિશા દત્તા, અને શ્રી બ્રિંદા લોધિયા  દ્વારા ઈનામ આપવામાં આવ્યું હતું. કોરોનાની બીક બાદ બાળકોને મુક્તપણે તહેવારની મજા માણતા જોવું એક અદ્ભુત અનુભવ હતું. વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળા દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાથી ખૂબ જ ખુશ હતા અને બાળકોને આપવામાં આવેલી તકની પ્રશંસા કરી હતી. શાળા ના  ડિરેક્ટર પૂર્ણેશ જૈનના માર્ગદર્શન હેઠળ આચાર્ય ગરિમા જૈન અને શિક્ષકો દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રી પૂર્ણેશ જૈને પણ ઉપસ્થિત તમામ મહેમાનો અને માતા-પિતાનો આભાર માન્યો હતો અને ન્યુ પ્રીફેક્ટ ટીમને તેમના આશીર્વાદ આપ્યા હતા.  અનિલ જોષી હેઠળના એડમિન સ્ટાફે તમામ વ્યવસ્થા કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!