28.6 C
Kadi
Wednesday, March 29, 2023

પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામે સમસ્ત ગામલોકો દ્વારા શરદપૂર્ણિમાના દિવસે નવરાત્રી મહોત્સવ અંતર્ગત શરદોત્સવ ૨૦૨૨ તેમજ ઈનામ વિતરણ


રાણાવાવ તાલુકાના રાણાબોરડી ગામે સમસ્ત ગામલોકો દ્વારા  શરદપૂર્ણિમાના દિવસે નવરાત્રી મહોત્સવ અંતર્ગત શરદોત્સવ ૨૦૨૨ તેમજ ઈનામ વિતરણનુ આયોજન કરવામાં આવ્યું  હતું. 

આ શરદોત્સવ અંતર્ગત ગામના ગરબીચોકમાં ગામલોકો સાથે પોરબંદર જીલ્લા પંચાયત આઈસીડીએસ અધ્યક્ષા લક્ષ્મીબેન મોરી તેમજ સરપંચ  સાંગાભાઈ મોરી રાસ રમતા ગામલોકોમાં ખુશાલી જોવા મળી હતી. તેમજ બાળાઓ દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા. આ રાસોત્સવમા  પોરબંદર જીલ્લા પંચાયત આઈસીડીએસ અધ્યક્ષા લક્ષ્મીબેન મોરી,  સરપંચ  સાંગાભાઈ મોરી, વેપારી અગ્રણીઓ, ગ્રામપંચાયતના સભ્યો,ધૂનમંડળના સભ્યો, સત્સંગ મંડળના સભ્યો  અને   બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.  સરપંચ  સાંગાભાઈ મોરી દ્ધારા ગામલોકોને માગૅદશૅન આપવામાં આવ્યું હતું. તેમજ આઈસીડીએસ અધ્યક્ષ લક્ષ્મીબેન મોરી અને સરપંચ  સાંગાભાઈ મોરી દ્ધારા બાળાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.આ શરદોત્સવના  આયોજનથી  ગામલોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. 

આ શરદોત્સવ અંતર્ગત ગામના ગરબીચોકમાં ગામલોકો સાથે પોરબંદર જીલ્લા પંચાયત આઈસીડીએસ અધ્યક્ષા લક્ષ્મીબેન મોરી તેમજ સરપંચ  સાંગાભાઈ મોરી રાસ રમતા ગામલોકોમાં ખુશાલી જોવા મળી હતી. તેમજ બાળાઓ દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા. કાયૅક્રમના અંતે સરપંચ  સાંગાભાઈ મોરી  દ્ધારા ગામલોકો અને ગરબી આયોજક મંડળનો આભાર માન્યો હતો.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!