30.9 C
Kadi
Thursday, March 30, 2023

દિવાળીના તહેવાર નિમિત્તે સુરત માટે ૨૦ થી ૨૨ ઓક્ટોમ્બર દરમ્યાન ૧૨૫ એકસ્ટ્રા બસોની ફાળવણી કરાઈ ભાવનગર અને બોટાદના આઠ ડેપોમાંથી બૂકીંગ કરી લાભ લઈ શકાશે


દિવાળીના તહેવાર નિમિત્તે સુરત માટે ૨૦ થી ૨૨ ઓક્ટોમ્બર દરમ્યાન ૧૨૫ એકસ્ટ્રા બસોની ફાળવણી કરાઈ ભાવનગર અને બોટાદના આઠ ડેપોમાંથી બૂકીંગ કરી લાભ લઈ શકાશે ભાવનગર અને બોટાદ જિલ્લાનાં મુસાફરો માટે ૨૦ થી ૨૨ ઓક્ટોમ્બર દરમ્યાન સુરત માટે ૧૨૫ એકસ્ટ્રા બસો ફાળવવામાં આવી છે જેનું બૂકીંગ આઠ ડેપોમાંથી એડવાન્સ બૂકિંગ કરીને લાભ લઈ શકાશે. આગામી દિવાળીના તહેવારો દરમ્યાન લોકો પોતાના વતન તરફ મહત્તમ પ્રવાસ કરતાં હોઈ છે આથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગ દ્વારા તા. ૨૦ થી ૨૨ ઓક્ટોમ્બર દરમ્યાન સુરત માટે ભાવનગર અને બોટાદ જિલ્લાનાં ડેપો ભાવનગર, તળાજા, મહુવા, પાલિતાણા, ગારીયાધાર, ગઢડા, બોટાદ અને બરવાળાથી સુરત માટે આવતા જતાં બન્ને તરફ એસ. ટી. બસોનો લાભ લઈ શકાશે. આ બસોને ટ્રાફીકની માંગ ધ્યાને લઈ પ્રથમ દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, અમદાવાદ તરફ સંચાલન કરવામાં આવશે જેનું ઓનલાઇન બૂકિંગ પણ થશે. વધુમાં ૫૦ જેટલા મુસાફરો એક સાથે ગ્રુપ બૂકિંગ કરાવવા ઈચ્છે તો તેઓના વિસ્તારથી એસ. ટી. બસોની ફાળવણી કરવામાં આવશે તેમ વિભાગીય નિયામક એસ. ટી. ભાવનગરશ્રી એમ. ડી. શુક્લ ની યાદીમાં જણાવાયું છે.


Avatar

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

4,400FansLike
1,331FollowersFollow
1,600SubscribersSubscribe
- Advertisement -spot_img

વિડીયો

error: Content is protected !!