પાટણ જીલ્લાના રાધનપુરમાં મહિલા પેસેન્જર રિક્ષામાં ન બેસતા ચાલકે જાનથી મારી નાખવાની ધમકી આપી રાધનપુરમાં 20 દિવસ પૂર્વે એક પરિણીત મહિલાને અત્રેનાં એક રિક્ષા ચાલકે બીજાની રિક્ષામાં ન બેસવા બાબતે ડરાવી ધમકાવીને જાનથી મારી નાખી અજાણી જગ્યાએ ફેંકી દેવાની ધમકી આપતો હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ 20 દિવસ બાદ રાધનપુર પોલીસ મથકે નોંધાઇ છે આ અંગેની મળતી માહિતી મુજબ રાધનપુરની એક સોસાયટીમાં રહેતી અને કચ્છનાં ભચાઉ ગામે પિયર ધરાવતી મહિલાનાં લગ્ન રાધનપુરમાં રહેતાં સમાજનાં જ એક વ્યક્તિ સાથે 10 વર્ષ પૂર્વે થયા હતા . તેમને બે સંતાનો છે . પતિ સામે અણબનાવ ચાલતો હોવાથી તે મહિલા તેનાં માતાપિતા સાથે રહે છે ને સંતાનો તેનાં પિતા પાસે રહે છે . આ મહિલા પાંચેક માસ પૂર્વે તેનાં પતિ અને બાળકો સાથે રાધનપુરમાં રહેતી હતી ત્યારે મહિલા શિવણ શિખવા કોલેજમાં જતી હતી . આ માટે તે રાધનપુરનાં એક રિક્ષા ચાલકની રિક્ષામાં આવતી જતી હોવાથી તે મહિલાનાં પરિચયમાં આવતાં રિક્ષા ચાલકને મહિલાએ રૂ 23000 નો મોબાઇલ અપાવ્યો હતો અને બંને એકબીજા કોઇ કામકાજ માટે પૈસા તથા દાગીના વાપરવા આપતા હતાં થોડા સમય પછી મહિલાને જાણવ મળેલ કે , રિક્ષા ચાલક ખોટો માણસ છે . જેથી મહિલાએ તેની રિક્ષામાં આવવા જવાનું છોડી દીધું હતું ને બીજી અન્ય રિક્ષામાં જતી હોવાથી રિક્ષાચાલક તેને રસ્તામાં મળતો ત્યારે તે મહિલાને કહેતો કે , ” કેમ મારી રિક્ષામાં બેસતી નથી . તું મારી રિક્ષામાં ન બેસે તો તને બીજી કોઇ રિક્ષામાં બેસવા દેવાનો નથી . ’ તેમ કહીને મહિલાને ધમકાવતો – ડરાવતો હતો . તેણે આ અંગે કોઇને જાણ નહોતી કરી પરંતુ રિક્ષા ચાલક વારંવાર ધમકી આપતો હોવાથી તેણે તેનાં પતિને વાત કરતાં તેનાં પતિએ તેની કોઇ વાત સાંભળી નહોતી . ગઇ તા . 20- 9-22નાં રોજ મહિલા અને તેની માતા ઇકો ગાડીમાંથી ઉતરીને તેમની સોસાયટીનાં ઘેર જતા હતા ત્યારે આ રિક્ષા ચાલક મળતાં તેણે મહિલાને કહેલ કે , તું કેમ મારી રિક્ષા ભાડેથી કરતી નથી ‘ તેમ કહી ગાળો બોલીને મારવા આવતાં મહિલાએ તેનો સામનો કર્યો હતો રિક્ષા ચાલકે તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ને તે સમય સૂચકતા વાપરીને તે અને તેની માતા પાછા ભચાઉ જતા રહ્યા હતા ને તે ડરના માર્યા અત્યાર સુધી ફરીયાદ કરી નહોતી બાદમાં 20 દિવસ બાદ તેણે પોલીસને અરજી આપતાં ફરીયાદ નોંધી હતી